કાંદિવલી (વેસ્ટ)માં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર ૧૩ જૂનથી ૧૮ જૂન દરમ્યાન સવારે ૭થી ૮ વાગ્યા દરમ્યાન યોજાશે.
અવસર
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
૩૬ વર્ષથી નિયમિત ચાલતા યોગાભ્યાસ કેન્દ્ર કેવલ બાગ કૃપાળુ યોગ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે કેવલ બાગ, કિલાચંદ રોડ, ફ્લાયઓવરની બાજુમાં, કાંદિવલી (વેસ્ટ)માં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર ૧૩ જૂનથી ૧૮ જૂન દરમ્યાન સવારે ૭થી ૮ વાગ્યા દરમ્યાન યોજાશે.
શિબિરનું સંચાલન યોગી કિરીટભાઈ ભટ્ટ કરશે. વહેલો તે પહેલોના ધોરણે ઑનલાઇન રજિસ્ટ્રેશન માટે સોનીનો ૮૪૫૧૯ ૫૯૨૮૮ તથા કેવલ બાગના રજિસ્ટ્રેશન માટે કિરીટ પટેલનો ૯૮૨૦૯ ૨૯૭૩૫ વૉટસઍપ નંબર પર સંપર્ક કરવો.