અધિકારીએ કહ્યું, "તે ખોટા વાયદા કરી લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગવા માટે ઈઓડબ્લ્યૂમાં નોંધાયેલ ત્રણ સંબંધિત કેસમાં વૉન્ટેડ હતો." તેમણે કહ્યું કે આ મામકે આરોપી અને તેમનો દીકરો ફરાર છે.
Crime News
તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઈ પોલીસે (Mumbai Police) આવાસ પરિયોજનામાં ઇન્વેસ્ટ કરવા પર આકર્ષક રિટર્ન આપવાનો વાયદો કરી ઇન્વેસ્ટરો પાસેથી કહેવાતી રીતે 27 કરોડ રૂપિયાથી વધારેની ઠગી કરવાના આરોપમાં એક બિલ્ડરની ધરપકડ (Builder Arrested) કરી છે. એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી.
તેમણે કહ્યું કે આરોપી બિલ્ડરની મુંબઈ પોલીસની (Mumbai Police) આર્થિક ક્રાઈમ બ્રાન્ચ (EOW)એ શુક્રવારે પંજાબમાંથી (Punjab) ધરપકડ કરી છે. અધિકારીએ કહ્યું, "તે ખોટા વાયદા કરી લોકો પાસેથી કરોડો રૂપિયા ઠગવા માટે ઈઓડબ્લ્યૂમાં (EOW) નોંધાયેલ ત્રણ સંબંધિત કેસમાં વૉન્ટેડ હતો." તેમણે કહ્યું કે આ મામકે આરોપી અને તેમનો દીકરો ફરાર છે.
ADVERTISEMENT
અધિકારીએ કહ્યું કે 57 વર્ષીય એક ઇન્વેસ્ટર અને અન્યએ આરોપીના પ્રૉજેક્ટમાં કુલ 19.30 કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, "શરૂઆતમાં ફરિયાદકર્તાને તેમના ઈન્વેસ્ટમેન્ટ કરેલા પૈસા પર રિટર્ન મળ્યું, પણ પછીથી પિતા પુત્રની જોડીએ જણાવ્યું હતું કે તેમને કૅશ રિટર્નને બદલે હાઉસિંગ પ્રૉજેક્ટમાં ફ્લેટ આપવામાં આવશે. હાઉસિંગ પ્રૉજેક્ટ શહેરના સાયન ચૂનાભઠ્ઠી વિસ્તારમાં ચાલી રહ્યો હતો."
થોડાક મહિના પછી, જ્યારે બિલ્ડરે વાયદો ન નિભાવ્યો, ત્યારે ઈન્વેસ્ટરને એહસાસ થયો કે તેણે તેને અને અન્ય લોકોને ઠગ્યા છે, જેના પછી તેણે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. તેમણે કહ્યું કે બન્ને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 406 (આપરાધિક વિશ્વાસઘાત), 419 (પ્રતિરૂપણ દ્વારા દગો), 420 (દગાખોરી) હેઠળ પ્રાથમિક ફરિયાદ રિપૉર્ટ નોંધવામાં આવ્યો હતો અને ઇઓડબ્લ્યૂને તપાસ સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Mumbai: ઘાટકોપરની ઈમારતમાં લાગી આગ, શ્વાસ લેવામાં તકલીફ થકી 22 દાખલ, 1નું મોત
અધિકારીએ કહ્યું, "તપાસ દરમિયાન, એ ખબર પડી કે આવાસ યોજનાના કેટલાક વધુ ઈન્વેસ્ટરોએ પિતા પુત્ર જોડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદ કુલ 27.57 કરોડ રૂપિયાની ગરબડી સાથે જોડાયેલી હતી." નિગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ અનેક કેસમાં તેમના પર પહેલાથી મુંબઈની વિભિન્ન કૉર્ટમાં સુનાવણી ચાલી રહી છે.