મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં બુધવારે સમૃદ્ધિ એક્સપ્રેસવે પર અંતિમ સંસ્કારમાંથી પાછા ફરી રહેલા એક પરિવારના ચાર લોકોનાં મોત થયાં હતાં.
અંતિમ સંસ્કારમાંથી પાછા આવી રહેલા ચારનાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં મોત
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં બુધવારે સમૃદ્ધિ એક્સપ્રેસવે પર અંતિમ સંસ્કારમાંથી પાછા ફરી રહેલા એક પરિવારના ચાર લોકોનાં મોત થયાં હતાં.
અધિકારીના જણાવ્યા અનુસાર સુરતના પાંચ રહેવાસીઓ એક સંબંધીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા તેલંગણ ગયા હતા. તેઓ એક મલ્ટિ-યુટિલિટી વેહિકલ (MUV)માં પાછા જઈ રહ્યા હતા ત્યારે એક્સપ્રેસવે પર કરમાડ પાસે તેમનો અકસ્માતનો થયો હતો. બુધવારે સવારે ત્રણ વાગ્યાની આસપાસ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોની ઓળખ સંજય ગૌડ (૪૩ વર્ષ), કૃષ્ણ ગૌડ (૪૪ વર્ષ), શ્રીનિવાસ ગૌડ (૩૮ વર્ષ) અને સુરેશ ગૌડ (૪૧ વર્ષ) તરીકે થઈ છે. સૌથી છેલ્લી સીટ પર બેઠેલી પાંચમી વ્યક્તિનો બચાવ થયો હતો.
એક સિનિયર પોલીસ અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે ૨૦૨૨ના ડિસેમ્બરથી લઈને આ વર્ષના એપ્રિલ સુધીમાં મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર અકસ્માતોમાં કુલ ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૪૩ ઘાયલ થયા છે.