આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી
પ્રતીકાત્મક તસવીર
થાણે શહેરમાં એક હાઉસિંગ કૉમ્પ્લેક્સનું વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં વૃક્ષ નીચે પાર્ક થયેલી ચાર કાર અને કમ્પાઉન્ડની દીવાલને નુકસાન થયું હતું. જોકે મંગળવારે મધરાત બાદ આશરે ૨.૪૦ વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી એમ સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.
લોકમાન્યનગર વિસ્તારમાં આવેલા એક હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં વૃક્ષ નજીક પાર્ક થયેલી ચાર કારને નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડના કર્મચારીઓ તથા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર સેલના કર્મચારીઓએ ધરાશાયી વૃક્ષની શાખાઓ દૂર કરી હતી.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)