મલાડના ડૉક્ટરને આ ત્રણમાંથી કઈ કંપનીનો આઇસક્રીમ સપ્લાય કરવામાં આવ્યો હતો એ હજી સુધી જાણી નથી શકાયું
આઇસક્રીમમાં અડધો ઇંચ લાંબો આંગળીના આકારનો માંસનો ટુકડો
મલાડના ડૉક્ટર બ્રેન્ડન ફેરાઓએ ઑનલાઇન મગાવેલા આઇસક્રીમમાં અડધો ઇંચ લાંબો આંગળીના આકારનો માંસનો ટુકડો નીકળવાના મામલામાં આઇસક્રીમ બનાવતી પુણે જિલ્લાના ઇન્દાપુર ખાતેની ફૉર્ચ્યુન ડેરીનું મૅન્યુફૅક્ચરિંગ યુનિટ બંધ કરવાનો આદેશ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ ગઈ કાલે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈના મલાડ પોલીસ-સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ FDAએ આ આદેશ આપ્યો છે. મલાડના ડૉક્ટરે યમ્મો કંપનીમાંથી ઑનલાઇન આઇસક્રીમ મગાવ્યો હતો. આ કંપની ઇન્દાપુર, ગાઝિયાબાદ અને પુણેની એક ડેરીમાંથી આઇસક્રીમ ખરીદતી હોવાનું જણાયું છે. મલાડના ડૉક્ટરને આ ત્રણમાંથી કઈ કંપનીનો આઇસક્રીમ સપ્લાય કરવામાં આવ્યો હતો એ હજી સુધી જાણી નથી શકાયું. આમ છતાં FDAએ ઇન્દાપુરનું આઇસક્રીમ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ બંધ કરવાનો આદેશ આપ્યો હતો.