સંજય પાંડે 30 જૂન 2022ના રોજ મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા હતા
ફાઇલ તસવીર
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના કર્મચારીઓના કથિત ગેરકાયદે ફોન ટેપિંગના કેસમાં દિલ્હી કોર્ટે જામીન આપ્યા બાદ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે (Sanjay Pandey)ને બુધવારે રાત્રે તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પાંડેની જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ લગભગ પાંચ મહિના જેલમાં વિતાવ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) 8 ડિસેમ્બરે પાંડેને જામીન આપ્યા હતા. સંજય પાંડે 30 જૂન 2022ના રોજ મુંબઈ પોલીસ કમિશનરના પદ પરથી નિવૃત્ત થયા હતા, જે બાદ EDએ તેમને માત્ર ત્રણ દિવસમાં જ નોટિસ મોકલી હતી. સંજય પાંડે નિવૃત્તિ પછી ધરપકડ થનાર ત્રીજા મુંબઈ પોલીસ કમિશનર છે.
CBI અને ED દ્વારા આરોપ
ADVERTISEMENT
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ NSE કર્મચારીઓના ફોન ટેપિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં દિલ્હીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જુલાઈમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. પાંડે પર 2009 અને 2017 વચ્ચે ગેરકાયદેસર રીતે ફોન ટેપ કરવાનો આરોપ છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં સંજય પાંડેને સૌથી પહેલાં 5 જુલાઈએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. 1986 બેચના નિવૃત્ત ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજય પાંડેની આ કેસમાં સાત કલાકથી વધુની પૂછપરછ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પાંડેની ધરપકડ પહેલાં EDએ NSE મામલે પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો: દિશા સાલિયાનની મોતની તપાસ માટે બનશે SIT, ડેપ્યુટિ સીએમ ફડણવીસે કરી જાહેરાત
બાદમાં ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરવામાં આવી હતી. પાંડે 30 જૂને સેવામાંથી નિવૃત્ત થયા હતા. CBIને માહિતી મળી હતી કે સંજય પાંડેની કંપની લગભગ આઠ વર્ષથી નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના કર્મચારીઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરી રહી છે. CBI અને EDએ આરોપ લગાવ્યો હતો કે સંજય પાંડેની કંપની iSEC Services Pvt Ltdએ રેડ સર્વર નામના સાધનોનો ઉપયોગ કરીને આ ફોન ટેપ કર્યા હતા. વિશેષ અદાલતે પાંડેને રૂા. 1 લાખના બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. પાંડેને તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા, તપાસ અધિકારીઓને તેનો મોબાઈલ નંબર આપવા અને જામીનના સમયગાળા દરમિયાન ભારત ન છોડવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.