તેમણે કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ઝટકો લાગશે
ગઈ કાલે બાંદરાના માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેને મળવા ગયેલા સત્યપાલ મલિક.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂ્ર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તેઓ વિધાનસભાની ચૂંટણીને નજરમાં રાખીને મહા વિકાસ આઘાડી (MVA) માટે રાજ્યમાં કૅમ્પેન ચલાવશે. તેમણે કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ઝટકો લાગશે એટલું જ નહીં, રાજ્યમાંથી એનો સફાયો થઈ જશે. ઉદ્ધવ ઠાકરે આ ચૂંટણીમાં મહત્ત્વનો રોલ ભજવશે. મારો MVAને ફુલ સપોર્ટ છે. હું એના માટે પ્રચાર પણ કરીશ. મારી માહિતી મુજબ BJP હારી રહી છે અને MVA જીતશે. મેં તેમને કહ્યું છે કે થોડુંઘણું ઍડ્જસ્ટમેન્ટ કરી લેજો, પણ વિધાનસભાની ચૂંટણી સાથે જ લડજો. અમે INDIA બ્લૉક બાબતે પણ ચર્ચા કરી હતી. હું ખાતરી આપું છું કે મહારાષ્ટ્રમાં MVA સરકાર બનાવશે. મહારાષ્ટ્રનાં પરિણામોની નોંધ આખો દેશ લેશે અને એ પરિણામો BJPના કૉફિનમાં છેલ્લો ખીલો ઠોકશે.’