Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: ભાજપાના પૂર્વ ધારાસભ્યના દીકરાએ કરોડોની કાર બાન્દ્રા વરલી-સી લિંક પર અથાડી

Mumbai News: ભાજપાના પૂર્વ ધારાસભ્યના દીકરાએ કરોડોની કાર બાન્દ્રા વરલી-સી લિંક પર અથાડી

02 September, 2023 10:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેસમાં પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો કેસ નોંધ્યો છે. વર્લી પોલીસ અકસ્માતગ્રસ્ત કારને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભાજપના (BJP) પૂર્વ ધારાસભ્યના પુત્રની લેમ્બોર્ગિની શનિવારે મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર અકસ્માતનો ભોગ બની હતી. ભાજપના ધારાસભ્યના પુત્રએ કથિત રીતે તેની લેમ્બોર્ગિની હુરાકન વડે બાંદ્રા-વરલી સી લિંકની રેલિંગને ટક્કર મારી હતી. આ કેસમાં પોલીસે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો કેસ નોંધ્યો છે. વર્લી પોલીસ અકસ્માતગ્રસ્ત કારને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે મીરા-ભાઈંદરના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતાનો પુત્ર તક્ષીલ સવારે 7.30 વાગ્યે વરલી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની કાર પરનો કાબૂ ગુમાવ્યો અને રેલિંગ સાથે અથડાઈ. ભારતમાં Lamborghini Huracan ની કિંમત 3.5 કરોડ રૂપિયા સુધી છે.


પોલીસે જણાવ્યું કે અકસ્માતને કારણે તક્ષીલનો હાથ દાઝી ગયો હતો. આ સિવાય અન્ય કોઈને ઈજા થઈ નથી. અકસ્માતના વિઝ્યુઅલ્સ સામે આવ્યા છે, જે દર્શાવે છે કે ઓરેન્જ કલરની લેમ્બોર્ગિનીને અકસ્માતને કારણે ઘણું નુકસાન થયું છે. તેના હૂડ અને આગળની ગ્રીલને નુકસાન થયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત દરમિયાન એરબેગ્સ ખુલી ગઈ હતી.



જ્યારે આવો કોઈ અકસ્માત થાય છે ત્યારે લોકો એકઠા થઈ જતા હોય છે જેને કારણે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. આ જ કારણોસર જ્યારે આ અકસ્માત થયો ત્યારબાદ રોડ પર ટ્રાફિક જામ ન થાય તે માટે વર્લી પોલીસ કારને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. 


અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ તક્ષિલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 279 (રેશ ડ્રાઇવિંગ) અને 336 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

જો આ કારની વાત કરવામાં આવે તો Lamborghini Huracan એક લક્ઝરી સ્પોર્ટ્સ કારની કેટેગરીમાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ કારમાં 5204 સીસી એન્જિન હોય છે. ઉપરાંત આ કારમાં બે સીટ હોય છે. આ કારના એન્જિન 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં લગભગ અઢી સેકન્ડનો સમય લેતી હોય છે. તે 10 સેકન્ડમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જાય છે. આવી હાઇ સ્પીડ કારને હેન્ડલ કરવા માટે સારી ડ્રાઇવિંગ કુશળતા જરૂરી છે.


આ અકસ્માત જેવો જ એક બીજો કિસ્સો ઝારખંડના ધનબાદમાં પણ સામે આવ્યો હતો. આ અકસ્માતમાં BCCLમાં કામ કરતા એક એન્જિનિયર દંપતીનું એક ફોર્ચ્યુનર કારની ટક્કર થવાથી મોત થયું હતું. આ અકસ્માતમાં દંપતીના પુત્રને પણ ઈજા થઈ હતી. આ અકસ્માત ધનબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ધૈયા વિસ્તારમાં 11-12 વાગ્યે થયો હતો. બીસીસીએલમાં સર્વેયર તરીકે કામ કરતા રાણા દાસ અને તેમની પત્ની માનસી દાસનું કાર અકસ્માતમાં મોત થયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2023 10:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK