ફેમસ બ્રાન્ડ અમુલ (Amul)ને `અમુલ ગર્લ`થી વિશ્વ સ્તર પર ઓળખ અપાવનાર સિલ્વેસ્ટર ડાકુન્હા(Sylvester Dacunha Death)નું 80 વર્ષની વયે મુંબઈ(Mumbai)માં નિધન થયું છે.તેમણે મુંબઈ(Mumbai)માં અંતિમ શ્વાસ લીધા હતા.
સિલ્વેસ્ટર ડાકુન્હા
પ્રખ્યાત ડેરી પ્રોડક્ટ કંપની અમૂલ (Amul)ને એડ કેમ્પેઈન દ્વારા નવી ઓળખ આપનાર વ્યક્તિ સિલ્વેસ્ટર ડાકુન્હા(sylvester Dacunha Death)નું મંગળવારે મુંબઈ(Mumbai)માં અવસાન થયું છે. સિલ્વેસ્ટર ડાકુન્હા(sylvester Dacunha) 80 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમની પત્ની નિશા અને પુત્ર રાહુલ ડાકુન્હા છે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના જયેન મહેતા સહિત અમૂલ (Amul) સાથે સંકળાયેલા ઘણા મોટા અધિકારીઓએ સિલ્વેસ્ટર ડાકુન્હા(sylvester Dacunha)ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જયેન મહેતાએ ટ્વિટર પર સિલ્વેસ્ટર ડાકુન્હા(sylvester Dacunha)ના નિધનની માહિતી આપી છે.
ADVERTISEMENT
જયેન મહેતાએ શોક વ્યક્ત કર્યો હતો
જયેન મહેતાએ કહ્યું કે અમૂલ ગર્લ બનાવનાર તે વ્યક્તિ છે. સિલ્વેસ્ટર ડાકુન્હા(sylvester Dacunha)સ્વર્ગસ્થ ગેર્સન ડાકુન્હાના ભાઈ હતા. તેણે લખ્યું કે તેના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના છે. અમૂલ(Amul)ના જીએમ માર્કેટિંગ પવન સિંહે કહ્યું કે સિલ્વેસ્ટર ડાકુન્હાના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. તેમણે કહ્યું કે લગભગ ત્રણ દાયકાથી તેમની પાસેથી બ્રાન્ડ કોમ્યુનિકેશન અને જાહેરાતની કળા શીખવી ખૂબ જ સારી વાત છે.
અમૂલ ગર્લ દ્વારા બ્રાન્ડને અપાવી ઓળખ
અમૂલ (Amul)બ્રાન્ડને ભારતની મોટી બ્રાન્ડ બનાવવામાં અમૂલ ગર્લની પણ મોટી ભૂમિકા છે. અમૂલ ગર્લની કલ્પના 1966માં સિલ્વેસ્ટર ડાકુન્હા (sylvester Dacunha)દ્વારા કરવામાં આવી હતી. અમૂલ ગર્લે બ્રાન્ડને દેશ અને દુનિયામાં એક નવી ઓળખ આપી. અમૂલ ગર્લ દ્વારા સમકાલીન મુદ્દાઓ પર ઘણી જાહેરાતો રજૂ કરવામાં આવી હતી, જેની ઘણી વખત પ્રશંસા કરવામાં આવી હતી અને ઘણી વખત તે વિવાદોમાં પણ આવી હતી.
ઝુંબેશ હજુ પણ ચાલુ છે
અમૂલ ગર્લ ઝુંબેશની શરૂઆતના ત્રણ વર્ષ પછી, ગેર્સન અને સિલ્વેસ્ટર ભાઈઓએ 1969માં અમૂલ ગર્લને લઈને ડાકુન્હા કોમ્યુનિકેશન્સની રચના કરી. આ અભિયાનને 2016માં 50 વર્ષ પૂર્ણ થયા હતા. હવે આ એજન્સી સિલ્વેસ્ટરનો પુત્ર રાહુલ ચલાવે છે. હજુ પણ આ અભિયાન ચાલુ છે.
અમૂલ ગર્લ બનાવવા ઉપરાંત, ઉદ્યોગ ડાકુન્હા ભાઈઓને સમાજ અને સામાજિક સંચારમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે શ્રેય આપે છે. સોઢી સિલ્વેસ્ટરને એવા વ્યક્તિ તરીકે યાદ કરે છે જેણે સર્જનાત્મકતા, મીડિયા અને બ્રાન્ડ પોઝિશનિંગમાં સુસંગતતા પર ભાર મૂક્યો હતો.
અમૂલ (Amul) એક સહકારી દૂધ મંડળી છે જેની સ્થાપના 1946માં થઈ હતી. અમૂલ (Amul)એ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ.દ્વારા સંચાલિત સૌથી મોટી અને ફેમસ બ્રાન્ડ છે. આ સંસ્થા સહકારી રીતે 31 લાખ દૂધ ઉત્પાદન કરતાં લોકોની માલિકીની સંસ્થા છે. અમૂલ આણંદમાં આવેલી છે અને સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખુબજ ઉત્તમ ઉદાહરણ છે. ભારત વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનો સૌથી મોટું ઉત્પાદક તો છે જ સાથે સાથે તે વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાન્ડ પણ છે.[૪]