મુંબઈથી નાગપુરના ૭૦૧ કિલોમીટરના અંતરને સડસડાટ ૮ કલાકમાં પાર કરવાની સુવિધા પૂરી પાડતા સમૃદ્ધિ મહામાર્ગ પર હવે આવતા ૩ મહિનામાં ૧૨ જગ્યાએ ફૂડ-કોર્ટ ચાલુ કરવામાં આવશે.
સમૃદ્ધિ મહામાર્ગ
મુંબઈથી નાગપુરના ૭૦૧ કિલોમીટરના અંતરને સડસડાટ ૮ કલાકમાં પાર કરવાની સુવિધા પૂરી પાડતા સમૃદ્ધિ મહામાર્ગ પર હવે આવતા ૩ મહિનામાં ૧૨ જગ્યાએ ફૂડ-કોર્ટ ચાલુ કરવામાં આવશે. એને કારણે મોટરિસ્ટોને વચ્ચે બ્રેક મળશે, રોડ-હિપ્નોસિસ એટલે કે કાર ડ્રાઇવ કરી રહેલી વ્યક્તિ રોડ પર શું થઈ રહ્યું છે એની સભાનતા ગુમાવી દે એવી અવસ્થાથી રાહત રહેશે અને અકસ્માત થવાની શક્યતા પણ ઓછી થશે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRDC) દ્વારા તૈયાર કરાયેલા સમૃદ્ધિ મહામાર્ગ પર બહુ ઓછાં પેટ્રોલ-પમ્પ, રેસ્ટોરાં કે શૉપિંગ મૉલ છે. બન્ને તરફ મળીને ઓછામાં ઓછી ૧૫ જગ્યાએ આ સુવિધા હોવી જોઈએ, પણ એટલા પ્રમાણમાં આ સુવિધા ઊભી કરી શકાઈ નથી. વળી બહુ ઓછા વળાંક અને ખાડા વગરના સીધા રોડને કારણે વાહનો સડસડાટ ચાલ્યાં જતાં હોય છે જેને કારણે મોટરિસ્ટો રોડ-હિપ્નોસિસનો ભોગ બને છે અને એને કારણે અકસ્માતની શક્યતા રહે છે. સમૃદ્ધિ મહામાર્ગ પર ઑલરેડી ૧૨૫ જેટલા અકસ્માત થઈ ગયા છે જેમાં ૨૫૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે.
ADVERTISEMENT
MSRDC દ્વારા આ માટે આ પહેલાં પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં, પણ એમાં કંઈ ફાઇનલ ન થવાથી બે મહિના પહેલાં ત્રીજી વાર ટેન્ડર બહાર પાડ્યાં હતાં જેમાં ૨૦ જગ્યાએ ફૂડ-કોર્ટ ઊભી કરવાનો ઇરાદો હતો. જોકે એમાંથી ૧૨ જગ્યાઓ માટે પાર્ટીઓએ ઇન્ટરેસ્ટ બતાવતાં હવે ઍટ લીસ્ટ એ ૧૨ જગ્યાએ ફૂડ-કોર્ટ ખૂલવાની શક્યતાઓ વધી છે.
250- આ મહામાર્ગ પર અકસ્માતોમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા છે