લોકલ કોર્ટે આરોપીઓને ૨૬ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધા છે
Crime News
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં ગયા વર્ષે ૩૮ વર્ષના ડૉક્ટરનું અપહરણ કરવા અને તેમની પાસેથી ૩૦ લાખ રૂપિયાની ઉચાપત કરવા બદલ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી.
ફરિયાદ મુજબ ૨૨ ઑક્ટોબર ૨૦૨૨ના રોજ ડૉક્ટર તેમના સ્કૂટર પર જતા હતા ત્યારે એક વ્યક્તિએ તેમની પાસે લિફ્ટ લીધી હતી. થોડે આગળ ગયા પછી તે વ્યક્તિના સાથીદારો આવ્યા હતા અને તેમણે ડૉક્ટર સાથે કથિત બળજબરી કરીને તેમને કારમાં બેસાડ્યા હતા. તેઓ તેમને મુરબાડ વિસ્તારના સરલગાંવ પાસેના જંગલમાં લઈ ગયા હતા અને તેમની આંખો કાઢીને માર માર્યો હતો.
ADVERTISEMENT
૨૫ દિવસ બાદ ડૉક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ડૉક્ટરની પત્નીને ફોન કર્યો હતો અને ૩૦ લાખ રૂપિયાની ખંડણી લીધા બાદ મુક્ત કર્યા હતા. પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ બાદ શનિવારે આરોપીઓની ધરપકડ કરી હતી. ગુના પાછળનો હેતુ જાણી શકાયો નથી. લોકલ કોર્ટે આરોપીઓને ૨૬ એપ્રિલ સુધી પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધા છે.