એક મહિલાનું કહેવું હતું કે જે રિનોવેશન થઈ રહ્યું છે એ મકાન માટે જોખમી છે એટલે એ ન કરવું
પ્રતીકાત્મક તસવીર
પરેલના રંજના દેશમુખ માર્ગ પર આવેલી પાઘડી સિસ્ટમની તૈયબજી ટેરેસમાં પાડોશમાં રહેતી મહિલાઓનો એકબીજા સાથે વિવાદ થયો હતો અને ત્યાર બાદ થયેલી ઝપાઝપીમાં તેમણે એકબીજાને બટકાં ભરી લીધાં હતાં. એક મહિલાનું કહેવું હતું કે જે રિનોવેશન થઈ રહ્યું છે એ મકાન માટે જોખમી છે એટલે એ ન કરવું, જ્યારે જેના ઘરમાં રિનોવેશન થઈ રહ્યું છે એ મહિલાનું કહેવું હતું કે અમારા રિનોવેશનથી મકાન નબળું નહીં પડી જાય. હવે આ સંદર્ભે બન્નેએ ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસનું કહેવું એ છે કે અમે BMCને આ સંદર્ભે ઇન્સ્પેક્શન કરવા કહી હકીકત શું છે એ જણાવવા કહ્યું છે.