Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફાયરિંગમાં બુલેટથી ઘાયલ કે પથ્થરથી?

ફાયરિંગમાં બુલેટથી ઘાયલ કે પથ્થરથી?

Published : 19 November, 2023 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સવાલ માઝગાવમાં બનેલી ગોળીબારની ઘટના પછી પોલીસને સતાવી રહ્યો છે : ઈજા બુલેટથી થઈ છે કે એ પછી પથ્થર વાગવાથી એ હજી રહસ્ય

માઝગાવમાં ગઈ કાલે વહેલી સવારે થયેલા ફાયરિંગ પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.  શાદાબ ખાન

માઝગાવમાં ગઈ કાલે વહેલી સવારે થયેલા ફાયરિંગ પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. શાદાબ ખાન



મુંબઈ ઃ માઝગાવમાં આવેલી અફઝલ રેસ્ટોરાં સામે ગઈ કાલે પરોઢિયે ત્રણથી ચાર વાગ્યા વચ્ચે ગોળીબાર થયો હતો. ઍક્ટિવા પર આવેલા બે હુમલાખોરોમાંથી પાછળ બેસેલી વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. ભાયખલાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નંદકુમાર ગોપાળેએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે વ્યક્તિ પર ફાયરિંગ થયું છે તેને ઈજા થઈ છે, પણ તેને ફાયર કરેલી બુલેટ ઘસાઈને ગઈ છે કે પછી તેને પથ્થર વાગ્યો છે એ જાણી શકાયું નથી. તેને જે. જે. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.’
આ ઘટનાની માહિતી મળતાં ભાયખલા પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ત્યાંના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવવામાં આવ્યાં છે. અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધીને કેસની તપાસ ચાલી રહી છે. આ ફાયરિંગ પાછળનો તેમનો હેતુ શું હતો એ જાણવાની કોશિશ થઈ રહી છે.   


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2023 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK