ફૅક્ટરીમાં કેમિકલનો મોટો જથ્થો સ્ટૉક કરાયો હતો
આગની તસવીર
નવી મુંબઈના થાણે-બેલાપુર રોડ પર આવેલા પાવણે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ની નૅશનલ ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ કંપનીમાં ગઈ કાલે સવારે ૧૦.૨૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. જોકે ફૅક્ટરીમાં કેમિકલનો મોટો જથ્થો સ્ટૉક કરાયો હતો એથી આગનો વ્યાપ બહુ જ વધી ગયો હતો અને બાજુમાં આવેલી અન્ય બે ફૅક્ટરીઓ પણ એની ચપેટમાં આવી જતાં એ બન્ને ફૅક્ટરીઓમાં પણ આગ ફેલાઈ હતી. આગમાં કોઈ જાનહાનિ કે કોઈના જખ્મી થવાના અહેવાલ નથી, પણ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. નૅશનલ કેમિકલમાં લાગેલી આગ એની બાજુમાં આવેલી યસ ગોવિંદ લૅબ અને જાસ્મીન પ્રિન્ટિંગમાં પણ ફેલાઈ હતી. આગ વિકરાળ થતાં તળોજા, અંબરનાથ, ધ સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) ફાયર સ્ટેશનમાંથી વધારાનાં ફાયર-એન્જિન બોલાવવામાં આવ્યા હતાં.