આગ લાગ્યાની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવતાં ૩ ફાયર-એન્જિન અને એક જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં.
રાધે ઢોકળાની દુકાનમાં લાગેલી આગ ૧૫ જ મિનિટમાં ફાયર-બ્રિગેડે બુઝાવી દીધી.
મલાડ-વેસ્ટમાં રામચંદ્ર લેન એક્સ્ટેન્શન પાસે આવેલી રાધે ઢોકળા નામની દુકાનમાં ગઈ કાલે સવારે ૧૦.૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યાની જાણ ફાયર-બ્રિગેડને કરવામાં આવતાં ૩ ફાયર-એન્જિન અને એક જમ્બો ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. પાણીનો મારો ચલાવીને પંદર જ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગમાં કોઈને ઈજા થઈ નથી.
રાધે ઢોકળા ફરસાણની વિવિધ આઇટમો તેમ જ પંજાબી શાક, ચાઇનીઝ સહિતની તમામ આઇટમો ફ્રેશ બનાવીને પાર્સલ આપે છે. એમની કાંદિવલી અને ઘાટકોપરમાં પણ બ્રાન્ચ છે. સવારના સમયે લાગેલી આગને લીધે SNDT કૉલેજવાળા આ રોડ પર ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો.
ADVERTISEMENT
આ આગ વિશે માહિતી આપતાં ફાયર-ઑફિસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાધે ઢોકળા પાસે ફાયર કમ્પ્લાયન્સનું સર્ટિફિકેટ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની પરવાનગી છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇલેક્ટ્રિક શૉર્ટ સર્કિટ હોવાનું જણાઈ રહ્યું છે, પણ તેમની નૅચરલ ગૅસ (PNG)ની રબરની ટ્યુબ પણ બળેલી મળી આવી હોવાથી આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ વિશે અમે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. હાલ દુકાનની ઇલેક્ટ્રિસિટી સપ્લાય કટ કરી દેવામાં આવી છે.’