રિયા તરફથી સુશાંતની બહેનો વિરુદ્ધ નોંધાવાયેલી FIRને CBIએ ગણાવી અયોગ્ય
રિયા ચક્રવર્તી (ફાઇલ ફોટો)
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનની તપાસ કરતી CBIટીમે કૉર્ટમાં કહ્યું કે રિયા ચક્રવર્તી તરફથી સુશાંત સિંહ રાજપૂતની બહેનો વિરુદ્ધ FIR નોંધાવવું કાયદાકીય રીતે અયોગ્ય અને વિકૃત છે. તપાસ એજન્સીએ કોર્ટમાં કહ્યું કે રિયા ચક્રવર્તીની ફરિયાદના આધારે નોંધાયેલી એફઆઇઆરમાં અભિનેતાની બહેનો વિરુદ્ધ આરોપ 'અનુમાન અને અટકળોના આધારે મૂકવામાં આવ્યા છે.' સાથે જ એજન્સીએ કહ્યું કે જો મુંબઇ પોલીસ કે રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ રાજપૂતના નિધન વિશે કોઇ માહિતી આપવી છે, તો તેણે કાર્યવાહી માટે સીબીઆઇ સાથે માહિતી શૅર કરવી જોઇતી હતી, વાન્દ્રા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવવાની જરૂર નહોતી.
નોંધનીય છે કે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ મંગળવારે મુંબઇ ઉચ્ચ ન્યાયાલયને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બે બહેનોની એક અરજી ફગાવવાની રિક્વેસ્ટ કરી હતી. તે અરજીમાં બન્ને બહેનોએ પોતાના ભાઇ માટે ડુપ્લિકેટ મેડિકલ બનાવવા અને મેળવવાના વિરુદ્ધ નોંધવામાં આવેલી પ્રાથમિકતા રદ્દ કરવાની અરજી કરી છે.
ADVERTISEMENT
રિયા ચક્રવર્તી પર પોતાના પ્રેમી સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ છે. આ મામલે સુશાંત સિંહ રાજપૂતની બહેનો પ્રિયંકા સિંહ અને મીતૂ સિંહ વિરુદ્ધ ફરિયાદકર્તા અભિનેત્રીએ તેમની અરજીનો વિરોધ કરતા મંગળવારે અરજી નોંધાવી હતી અને કહ્યું કે બન્ને વિરુદ્ધના આરોપ ગંભીર છે. તેમણે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂકની બહેનો વિરુદ્ધ આ કેસની તપાસ હજી પણ પ્રારંભિક ચરણમાં છે, તેથી તપાસ એજન્સીને સમયની જરૂરિયાત છે.
તેમણે કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતને તે દવાઓ અપાવવા માટે ડુપ્લિકેટ મેડિકલ પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો જે સ્વાપક ઔષધિ અને મનઃ પ્રભાવી પદાર્થ કાયદો (NDPS)હેઠળ પ્રતિબંધિત છે. ચક્રવર્તીએ ફરિયાદમાં કહ્યું, "રાજપૂત દ્વારા ઉક્ત પ્રિસ્ક્રિપ્શન મેળવવાના પાંચ દિવસ પછી તેમનું નિધન થઈ ગયું. આ પ્રિસ્ક્રિપ્શનમાં તેમને ગેરકાયદેસર રીતે તેમની બહેન (પ્રિયંકા) અને ડૉ. પ્રિયંકા કુમારના કહ્યા પર પ્રતિબંધિત દવાઓ લેવા માટે કહેવામાં આવ્યું છે." ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે આની તપાસ કરાવવી જોઇએ જેથી સુશાંત સિંહ રાજપૂતે તે દવાઓ લીધી કે નહીં, જેથી કદાચ તેનું નિધન થઈ ગયું હોય કે તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ હોય. તેમાં કહેવામાં આવ્યું છે કે (સુશાંત સિંહ રાજપૂતની બહેનોની) અરજી રદ કરવામાં આવે. અભિનેત્રીઓએ વકીલ સતીશ માનશિંદેના માધ્યમે ફરિયાદ નોંધાવી હતી.

