દાદર પૂર્વમાં આર. એ. રેસિડેન્સી બીલ્ડિંગમાં આ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આગ 42મા માળે લાગી હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)ના દાદર ઈસ્ટ (Dadar East) વિસ્તારના એક રહેવાસીના મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ ગુરુવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ શરૂ થઈ હશે. આગ રહેણાંક બીલ્ડિંગના 42મા માળે લાગી હતી. ફાયર બ્રિગેડે અથાક જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી છે. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જે બાદ ચાર કલાકથી વધુ સમય વીતી ગયા બાદ માંડ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી મળી રહી છે.
દાદર પૂર્વમાં આર. એ. રેસિડેન્સી બીલ્ડિંગમાં આ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આગ 42મા માળે લાગી હતી. બીલ્ડિંગની લિફ્ટ બંધ હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ પગથિયાંનો ઉપયોગ કરવો પડ્યો હતો. આથી આગ ઓલવવામાં મોટી અડચણ ઊભી થઈ હતી. દરમિયાન જે ભાગમાં આગ લાગી હતી ત્યાં આગ બુઝાવવાની વ્યવસ્થા કામ કરતી ન હતી. તેથી જ આપ પર કાબૂ મેળવવામાં વિલંબ ઠાઈઓ હતો, જેના કારણે આગ ઓલવવા માટે 16 ફાયર એન્જિન, 4 જમ્બો ટેન્કર અને 1 ક્રેન મોકલવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
થોડા દિવસો પહેલાં લાલબાગમાં પણ આગ લાગી હતી
થોડા દિવસો પહેલા, લાલબાગ સ્થિત વન અવિઘ્ન પાર્કમાં ટોલેજંગ બીલ્ડિંગમાં આગ લાગી હતી. તે જગ્યાએ પણ અગ્નિશામક તંત્ર બંધ થઈ ગયું હતું. એટલા માટે આગ પર કાબૂ મેળવવામાં વિલંબ થયો હતો. અગ્નિશામક દળને ફાયર લેવલ ૧નો કૉલ આપવામાં આવ્યો હતો, જે બાદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે ભારે પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો: Mumbai: માનવતાને શરમાવી, સગીર બાળકી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ
વન અવિઘ્ન મુંબઈના લાલબાગ સંકુલમાં એક ગગનચુંબી ઈમારત છે. આ ઈમારતમાં કુલ 60 માળ છે. ઈમારતની આજુબાજુ અન્ય નાની-મોટી ઈમારતો પણ છે. આ ઉપરાંત ઘણીબેઠી ચાલ પણ છે. સેન્ટ્રલ રેલવે પર કરી રોડ રેલવે સ્ટેશન બીલ્ડિંગની બાજુમાં જ છે.