આ જ પ્રકારની અન્ય ચોરીમાં તેની સંડોવણી છે કે નહીં એની પોલીસ તપાસ ચલાવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
લોકલ ટ્રેનોમાં ભીડના સમયે મહિલાઓના ડબ્બામાં પ્રવાસ કરીને મહિલાઓના દાગીના ચોરી લેતી ૩૭ વર્ષની મહિલા-ચોર આરતી એ. દત્તાને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ની કુર્લા પોલીસે ઝડપી લીધી હતી. કુર્લા પોલીસ-સ્ટેશનમાં આ બદલ બે ફરિયાદ નોંધવામાં આવી હતી. એની તપાસ કરતી વખતે સ્ટેશન પર લગાડવામાં આવેલા CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવ્યાં હતાં અને એના આધારે પોલીસે ગયા અઠવાડિયે તેની ધરપકડ કરી હતી. તેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને સોનાનાં બિસ્કિટ સહિત ૧૭.૩૮ લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી. આ જ પ્રકારની અન્ય ચોરીમાં તેની સંડોવણી છે કે નહીં એની પોલીસ તપાસ ચલાવી રહી છે.


