કોઈ પણ સર્ટિફિકેટ વગર આ રીતે બિઝનેસ કરવો ગેરકાયદે હોવાથી તેમના પર નજર રાખવા FDAએ બનાવી ખાસ ટીમ: પકડાઈ ગયા તો માલ જપ્ત કરવાની સાથે દંડ પણ થશે
થેપલા
કોરોનાના સમયથી મોટી સંખ્યામાં લોકો (ખાસકરીનેગૃહિણીઓ) પોતાના ઘરેથી ફરસાણ અને મીઠાઈ બનાવીને વેચતા હોવાનું ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના અધિકારીઓના ધ્યાનમાં આવતાં આ વખતે તહેવારોની સીઝનમાં આ રીતે બિઝનેસ કરનારાઓ તેમના ટાર્ગેટ પર છે. FDAનું કહેવું છે કે આ રીતે ધંધો કરવો ગેરકાયદે હોવાથી જે કોઈ પણ પકડાશે તેમની ખિલાફ ઍક્શન લેવામાં આવશે. એના માટે તેમની એક ટીમ સોશ્યલ મીડિયા પણ મૉનિટર કરી રહી છે, કારણ કે ગૃહિણી ઓસ્ટેટસ પર અથવા તો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર પોતાની વાનગીઓનું માર્કેટિંગ કરતી હોય છે.