મંદિરના પ્રસાદ વિશે થયેલી ફરિયાદની FDAએ કરેલી પ્રાથમિક તપાસમાં વાઇરલ થયેલા વિડિયોમાં બતાવ્યું એવું કંઈ ન મળ્યું, આમ છતાં પ્રસાદનાં સૅમ્પલ લેવામાં આવ્યાં અને સુધારા કરવા માટે પણ કહેવામાં આવ્યું
સિદ્ધિવિનાયક મંદિરમાં તૈયાર થઈ રહેલા લાડુ.
સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદના કન્ટેનરમાં ઉંદર ફરતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા પછી મુંબઈ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ પ્રાથમિક તપાસ કરી હતી. આ તપાસમાં વાઇરલ થયેલા વિડિયો જેવું દૂર-દૂર સુધી કંઈ મળી આવ્યું ન હોવાનું FDAએ જણાવ્યું છે. એમ છતાં પ્રસાદ તરીકે વેચાતા લાડુનાં સૅમ્પલ લઈને લૅબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં છે. આ ઉપરાંત સિદ્ધિવિનાયક મંદિરને સુધારા કરવાની નોટિસ પણ આપવામાં આવી છે.