આ નિર્ણયથી ટોલ-નાકાં પર થતા ટ્રાફિકમાં ઘટાડો થવાથી સમય અને ઈંધણ બચશે અને લોકોને રાહત થશે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારની ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં કૅબિનેટની બેઠક મુંબઈમાં મળી હતી, જેમાં વાહનો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧ એપ્રિલથી રાજ્યમાં તમામ વાહનો માટે ફાસ્ટૅગ ફરજિયાત કરવામાં આવશે.
રાજ્યનાં તમામ ટોલ-નાકાં પર ૧ એપ્રિલથી તમામ વાહનોનો ટોલ માત્ર ફાસ્ટૅગથી જ લેવાના સરકારના આ નિર્ણયથી ટોલ-નાકાં પર થતા ટ્રાફિકમાં ઘટાડો થવાથી સમય અને ઈંધણ બચશે અને લોકોને રાહત થશે. એ ઉપરાંત ટોલ કલેક્ટ કરવામાં કાર્યક્ષમતાની સાથે પારદર્શિતા આવશે. ૧ એપ્રિલ બાદ ફાસ્ટૅગ નહીં હોય એવા વાહનચાલકો પાસેથી ટોલ-નાકાં પર ડબલ ચાર્જ વસૂલવામાં આવશે.