થાણેમાં વૃદ્ધ મહિલાના ઇલાજના નામે બોગસ ડૉક્ટર ઘરે આવીને સર્જરીના નામે ૫૦,૦૦૦ રૂપિયા પડાવી ગયો, કૅન્સરથી પીડાતાં વૃદ્ધાના ઇલાજ માટે ડૉક્ટર કરીમ નામનો ગઠિયો ૪ નવેમ્બરે તેમના ઘરે આવ્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદર રોડ પરના હીરાનંદાની કૉમ્પ્લેક્સમાં રહેતા આમદાણી પરિવારના ઘરે ૭૨ વર્ષનાં વૃદ્ધાના ઇલાજના નામે બોગસ ડૉક્ટર કરીમ પટેલે ૫૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ કાસારવડવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. કૅન્સરથી પીડાતાં વૃદ્ધાના ઇલાજ માટે ડૉક્ટર કરીમ નામનો ગઠિયો ૪ નવેમ્બરે તેમના ઘરે આવ્યો હતો. ત્યાર બાદ ખરાબ લોહી શરીરમાંથી બહાર કાઢવાના નામે તેણે પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.