મુંબઈમાં એક એક વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. સામે મહિલાએ હિંમત રાખી દીપડા પર વળતો હુમલો કરી પોતાનો જીવ બચાવ્યો હતો.
દીપડાએ મહિલા પર હુમલો કર્યા બાદ મહિલાએ પણ વળતો જવાબ આપી સામે હુમલો કરતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ
બુધવારે મુંબઈ(Mumbai)ના આરે મિલ્ક કોલોની( Aarey Milk Colony)માં એક વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે વૃદ્ધ મહિલાએ પણ ચિત્તા સામે બાથ ભીડી પોતાનો બચાવ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મહિલા વૃદ્ધ હોવા છતાં હિંમતથી ચિત્તાનો સામનો કરી પોતાનો જીવ બચાવે છે.
WATCH VIDEO | #MiddayExclusive | Elderly woman injured by Leopard at doorstep of her Aarey home @MNCDFbombay @mumbaimatterz#MiddayNews #MumbaiUpdate #AareyColony #LeapordAttack #NewsUpdate pic.twitter.com/kZ7VH2Cs0q
— Mid Day (@mid_day) September 30, 2021
ADVERTISEMENT
આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે. છેલ્લા એક મહિનામાં આવી પાંચમી ઘટના બની છે. આ ઘટના સાંજે 7.40 વાગ્યાની આસપાસ બની હતી. 68 વર્ષીય નિર્મલ સિંહ આરે ડેરી પાસે વિસાવા ખાતે પોતાના વરંડામાં બેઠા હતા તે દરિયાન દિપડાએ તેમના પર હુમલો કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે દિપડો પહેલેથી જ ત્યાં હતો તેનો તેમને ખ્યાલ નહોતો.
મહિલા જેવા નીચે બેસવા જાય છે તેવામાં દિપડો તેમના પર હુમલો કર્યો હતો. મહિલા પણ વૃદ્ધ હોવા છતાં હિંમત રાખી તેમના હાથમાં રહેલી સ્ટીક વડે દીપડા પર વળતો હુમલો કર્યો હતો. આ દરમિયાન મહિલા નીચે પડી ગઈ હતી, મહિલા અને દીપડા વચ્ચે નાની મોટી ઝપાઝપી થઈ હતી. મહિલાએ પોતાનો બચાવ કરવા માટે વૉકિંગ સ્ટિકનો ઉપયોગ કર્યો હતો. મહિલાની હિંમત જોઈ દીપડો ગભરાઈ ગયો અને ઘરની બાજુની ઝાડીમાં ભાગી ગયો હતો.
આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને થાણે વન અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલ નિર્મલ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મહિલાને ગળા, પગ, ખભા અને પીઠ પર ઈજાઓ થઈ છે.
મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી
વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, `અમે પહેલાથી જ નાગપુર ખાતે વન વન્યજીવન કચેરીના મુખ્ય મુખ્ય સંરક્ષકનો સંપર્ક કર્યો છે. અમને આશા છે કે આવતીકાલ સુવિધામાં આ સમસ્યાનું નિરાકરણ આવી જશે. વન્યજીવન સંશોધકોએ દિપડા પર નજર રાખવા માટે સ્થળની નજીક કેમેરા ટ્રેપ લગાવ્યા છે.
એક સ્થાનિક ઉદય સાંગલેએ જણાવ્યું હતું કે,` આ હુમલાની ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ વ્યક્ત પર ગમે ત્યારે અટેક થઈ શકે છે, લોકોના જીવને જોખમ છે. વન વિભાગે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ અને જલ્દી દીપડાને પકડવો જોઈએ.`
મંગળવારે રાત્રે આરે મિલ્ક કોલોનીમાં મેટ્રો -3 કાર ડેપો સાઇટ પરથી દીપડાએ એક બચ્ચા પર હુમલો કર્યો હતો. જોકે તે ઘટનામાં બચ્ચાને બચાવવામાં આવ્યો હતો. બચ્ચાને આરે દૂધ કોલોનીમાં અગાઉની મેટ્રો -3 કાર ડેપો સાઇટની સીમામાંથી બચાવી લેવામાં આવ્યો હતો. વન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે, મંગળવારે રાત્રે દીપડાના બચ્ચાને તેની માતા સાથે મિલનના હેતુથી જ્યાંથી તેને બચાવી લેવામાં આવ્યો હતો તે સ્થાનની નજીક મૂકવામાં આવ્યો હતો, પરંતુ પ્રયાસ સફળ થયો ન હતો. વન વિભાગના અધિકારીઓએ દીપડાની ગતિવિધિ પર નજર રાખવા માટે કેમેરા ટ્રેપ લગાવ્યા છે.