Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બેસ્ટે ૨૧૩૨ કરોડ રૂપિયાની ખોટ કરી હોવા છતાં બસનાં ભાડાં નહીં વધે

બેસ્ટે ૨૧૩૨ કરોડ રૂપિયાની ખોટ કરી હોવા છતાં બસનાં ભાડાં નહીં વધે

Published : 30 November, 2024 08:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવી ખરીદવામાં આવનારી બસોમાં ઇલેક્ટ્રિક સિંગલ ડેકર બસો હશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈગરો એકથી બીજા સ્થળે સરળતાથી આવી અને જઈ શકે એ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા રાહતદરે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસ ચલાવવામાં આવે છે. BMCના ક‌મિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ મંગળવારે BESTનું ૨૦૨૫-’૨૬નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં ૨૧૩૨ કરોડ રૂપિયાની ખોટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ નુકસાન અને નવી બસોની ખરીદી કરવા માટે બજેટમાં ટ્રાન્સપોર્ટ વિભાગ માટે BMC પાસે ૨૮૧૨ કરોડ રૂપિયાનું અનુદાન માગવામાં આવ્યું છે. આથી BESTન‌ી બસોનાં ભાડાં ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે મુંબઈના ૩૫ લાખ મુસાફરો માટે રાહતના સમાચાર છે. મુંબઈગરાઓ આરામદાયક મુસાફરી કરી શકે એ માટે BEST માર્ચ ૨૦૨૬ સુધીમાં ૧૦,૧૮૨ નવી બસ ખરીદશે. નવી ખરીદવામાં આવનારી બસોમાં ઇલેક્ટ્રિક સિંગલ ડેકર બસો હશે. જોકે BESTના વીજળી વિભાગને ૪૬ કરોડ રૂપિયાનો નફો થયો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2024 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK