લોઅર પરેલની કમલા મિલમાં લિફ્ટનો આ અકસ્માત છે. મળતી માહિતી મુજબ લિફ્ટ ચોથા માળેથી નીચે પડી હતી. જેમાં 15 લોકો ઘાયલ થયા હતા.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બુધવારે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 16 માળની ઈમારતના ચોથા માળેથી લિફ્ટ નીચે પટકાઈ હતી. લોઅર પરેલની કમલા મિલમાં લિફ્ટનો આ અકસ્માત છે. મળતી માહિતી મુજબ લિફ્ટ ચોથા માળેથી નીચે પડી હતી. જેમાં 15 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની સારવાર સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગ 16 માળની છે. ઇજાગ્રસ્તોને સુરક્ષા કર્મચારીઓ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાંથી આઠને પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની જાણકારી મુંબઈ ફાયર બ્રિગેડને સવારે 10:49 વાગ્યે આપવામાં આવી હતી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકો ઘાયલ થયા હતા. આ બાબતે અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બીએમસીના એક અધિકારીના જણાવ્યા અનુસાર લોઅર પરેલ વિસ્તારમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ટ્રેડ વર્લ્ડ બિલ્ડિંગની સી-વિંગમાં સવારે 10.45 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ ટ્રેડ વર્લ્ડ બિલ્ડિંગમાં અનેક કોર્પોરેટ ઓફિસો આવેલી છે.
મળતી માહિતી અનુસાર દુર્ઘટના બની તે સમયે લિફ્ટમાં ઓછામાં ઓછા 12 થી 14 લોકો હતા. બિલ્ડિંગના સુરક્ષા કર્મચારીઓએ ગ્રાઉન્ડ ફ્લોર પર તૂટી પડેલી લિફ્ટની અંદર રહેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઉપરાંત ઘાયલ થયેલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આઠ ઇજાગ્રસ્તોમાંથી સાત લોકોને પરેલની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિને સ્થાનિક સંસ્થા સંચાલિત KEM હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નાની ઇજાઓ થઈ હોય એવી અન્ય ચાર વ્યક્તિઓએ હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કર્યો હતો. માહિતી મળી રહી છે કે તમામ આઠ ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર છે.
ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ઘાયલોની ઓળખ પ્રિયંકા ચવ્હાણ, પ્રતીક શિંદે, અમિત શિંદે, મો. રાશીદ, પ્રિયંકા પાટીલ, સુધીર સહારે, મયુર ગોર અને તૃપ્તિ કુબલ એમ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તમામની ઉંમર 20થી 46 વર્ષની વચ્ચે છે.
ગયા મહિને પણ મુંબઈના ચેમ્બુરમાં ડીકે સાન્ડુ માર્ગ પર સ્વસ્તિક ફ્લેઅર બિલ્ડિંગમાં હાઇડ્રોલિક લિફ્ટ એક હાઉસ કીપિંગ કર્મચારી પર તૂટી પડી હોવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં 40 વર્ષીય કર્મચારી યોગેશ જાધવનું મોત થયું હતું. આ દુર્ઘટનામાં વિશાલ ભોસલે અને JDB કંપનીના અન્ય કર્મચારીઓ સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી જેઓ જરૂરી સાવચેતી ન રાખતા જાળવણીનું કામ કરી રહ્યા હતા.
બીજી દુર્ઘટનાની વાત કરીએ તો બીજી મેના રોજ ઘાટકોપરની એક હાઉસિંગ સોસાયટીમાં આવો જ અકસ્માત થયો હતો. સર્વિસ કરી રહેલા કર્મચારી પર હાઇડ્રોલિક કાર લિફ્ટ તૂટી પડી હતી. લિફ્ટ તૂટી પડતા તેનું મોત થયું હતું. તે કેસમાં પણ મેન્ટેનન્સ કંપની વિરુદ્ધ પંતનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

