૧૯૨૫ના ફેબ્રુઆરીમાં તત્કાલીન વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે પહેલી ઇલેક્ટ્રિક લોકલ દોડાવવામાં આવી હતી : રેલવે-અધિકારીઓ અને ઉપનગરીય ટ્રેનના ચાહકો આ પ્રસંગે ભવ્ય ઉજવણી કરવા માગે છે
વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા વચ્ચે દોડેલી પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન.
મુંબઈની જીવાદોરી મનાતી ઇલેક્ટ્રિક લોકલ ટ્રેનોની સર્વિસને ૨૦૨૫ના ફેબ્રુઆરીમાં શતાબ્દી પૂર્ણ થશે અને રેલવેના રિટાયર્ડ અધિકારીઓ અને એન્જિનિયરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને આ પ્રસંગે ભવ્ય ઉજવણી કરવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરી છે.