Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાનસભાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાશે?

વિધાનસભાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાશે?

21 July, 2024 09:34 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની સાથે તમામ ચૂંટણીઓ પણ યોજવાની તૈયારીઓ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

મુંબઈ મહાનગર પાલિકા

મુંબઈ મહાનગર પાલિકા


ભારતીય જનતા પાર્ટી (BJP)ની કોર કમિટીની મુંબઈમાં શુક્રવારે બે દિવસની બેઠક પૂરી થઈ હતી એમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની સાથે તમામ ચૂંટણીઓ પણ યોજવાની તૈયારીઓ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશે BJPના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘બે દિવસની કોર કમિટીની બેઠકમાં વિધાનસભાની સાથે પંચાયત સમિતિ, જિલ્લા પરિષદ, ગ્રામપંચાયત અને નગર-મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પણ યોજી શકાય એ માટેનો ડીટેલ પ્લાન બનાવવા માટે વિચાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક નેતાઓને જવાબદારી સોંપીને તેમનામાં જુસ્સો લાવવામાં આવશે. મહાયુતિની સરકાર દ્વારા કરવામાં આવેલાં કામ અને જાહેર કરાયેલી યોજનાની માહિતી રાજ્યની દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા પર ભાર મૂકવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2024 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK