Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં ગૌમાંસ લઈ જવાની શંકામાં ટ્રેનમાં વૃદ્ધને માર્યો ઢોર માર, આરોપીઓની ધરપકડ

થાણેમાં ગૌમાંસ લઈ જવાની શંકામાં ટ્રેનમાં વૃદ્ધને માર્યો ઢોર માર, આરોપીઓની ધરપકડ

01 September, 2024 03:06 PM IST | Thane
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Elderly Man Beaten over suspicion of carrying Beef: 72 વર્ષીય અશરફ અલી સૈયદ હુસૈન પોતાની પુત્રીને મળવા માટે જળગાંવથી કલ્યાણ જતી ધુલે સીએસએમટી એક્સપ્રેસ ટ્રેનમાં ચડ્યા હતા.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)


મહારાષ્ટ્રની ધૂળે એક્સપ્રેસમાં ગૌમાંસ લઈ જવાની શંકામાં એક વૃદ્ધ પ્રવાસીને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી. આ જ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લોકોના એક જૂથે વૃદ્ધને ગોમાંસ લઈ જઈ રહી છે એવું શક્યતાએ માર માર્યો હતો. રેલવે પોલીસ કમિશનરે (Elderly Man Beaten over suspicion of carrying Beef) આ અમાનવીય ઘટનાની પુષ્ટિ કરી હતી અને આ મામલે આરોપી લોકો સામે એફઆઇઆર પણ નોંધી હતી અને તેને આધારે વૃદ્ધણને માર મારનારા મુસાફરોને કસ્ટડીમાં લીધા હતા.


થાણે જિલ્લાના કલ્યાણ અને ઇગતપુરી સ્ટેશન વચ્ચે ટ્રેનમાં એક વૃદ્ધ વ્યક્તિને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ટ્રેનમાં થયેલી મારપીટ બાદ પીડિત વૃદ્ધએ ફરિયાદી નોંધાવી (Elderly Man Beaten over suspicion of carrying Beef) હતી. પીડિતના આધારે થાણે જીઆરપી પોલીસે IPC કલમ 189 (2), 191 (2), 190, 126 (2), 115 (2), 324 (4) (5), (2) (3), 351 અને 352 હેઠળ પાંચથી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો જેને આધારે આ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.




મૂળ ધૂળેના રહેવાસી 72 વર્ષીય અશરફ અલી સૈયદ હુસૈન (Elderly Man Beaten over suspicion of carrying Beef) પોતાની પુત્રીને મળવા માટે જળગાંવથી કલ્યાણ જતી ધુલે સીએસએમટી એક્સપ્રેસ ટ્રેનમાં ચડ્યા હતા. મુસાફરી દરમિયાન તેમનો અન્ય સહ-યાત્રીઓ સાથે સીટને લઈને વિવાદ થયો હતો. આ ઘટનાના સંબંધમાં સહ-યાત્રીઓએ એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ઘટનાના સંદર્ભમાં, થાણે રેલવે પોલીસે ફરિયાદીની પુત્રીના ઘરે જઈને તેમનું નિવેદન નોંધ્યું હતું. તેમની પાસે થોડો સામાન પણ હતો પરંતુ કેટલાક મુસાફરોને શંકા હતી કે તેઓ સામાન સાથે ગૌમાંસ લઈને જઈ રહ્યા છે. લોકોએ દાવો કર્યો કે જ્યારે તેઓએ તેમની પાસે રહેલા પ્લાસ્ટિકના મોટા બોક્સને તપાસ્યા તો તેમાં માંસ જેવું કંઈક હતું અને તે બાદ આ માંસ કોનું છે તે અંગે પૂછપરછ કરવા લાગ્યા. ત્યારબાદ તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને કેટલાક યુવકોએ તેમને માર માર્યો અને ઘટનાનો વીડિયો પણ બનાવ્યો.


જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Elderly Man Beaten over suspicion of carrying Beef) થયો ત્યારે જીઆરપીએ આ વૃદ્ધની શોધ કરી અને ફરિયાદ નોંધાવવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. થાણે જીઆરપીએ ચાલતી ટ્રેનમાં એક વૃદ્ધ મુસાફરને માર મારવા બદલ 5 થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ધુળે એક્સપ્રેસ ટ્રેનમાં બની હતી. પહેલા સીટ પર ઝઘડો થયો અને પછી ગોમાંસ સાથે મુસાફરી કરવાનો આરોપ લગાવીને તેમની સાથે કેટલાક લોકોએ મારપીટ કરી હતી. આ ઘટનાના શંકાસ્પદ આરોપીઓની ધુળેથી અટકાયત કરવામાં આવી છે. તેને થાણે (Elderly Man Beaten over suspicion of carrying Beef) લાવવા માટે એક ટીમ મોકલવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયો તપાસી આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Whatsapp-channel Whatsapp-channel

01 September, 2024 03:06 PM IST | Thane | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK