આરોપીઓ સગીરાને શુક્રવારે સાંજે દરિયાકિનારે આવેલા ગામમાં એક બંગલામાં લઈ ગયા હતા તથા મઘરાત બાદ બે વાગ્યા સુધી તેના પર બળાત્કાર કર્યો હતો
પાલઘરમાં આવેલા આ અન્ડર-કન્સ્ટ્રક્શન બંગલામાં કુકર્મ કરવામાં આવ્યું હતું (તસવીર : હનીફ પટેલ)
રાજ્યના પાલઘર જિલ્લામાં ૧૬ વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર કરવા બદલ આઠ યંગસ્ટર્સની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર સગીર છોકરીને આઠ આરોપીમાંથી એક સગીર વ્યક્તિએ લલચાવી હતી. આરોપીઓ સગીરાને શુક્રવારે સાંજે દરિયાકિનારે આવેલા ગામમાં એક બંગલામાં લઈ ગયા હતા તથા મઘરાત બાદ બે વાગ્યા સુધી તેના પર બળાત્કાર કર્યો હતો.
શનિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં સગીરાએ કહ્યું હતું કે રાતે આઠ વાગ્યાથી મઘરાત બાદ બે વાગ્યા સુધી તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આરોપીઓ સગીરાને એક ખાલી બંગલામાં લઈ ગયા હતા, જ્યાં તેમણે વારાફરતી તેના પર બળાત્કાર કર્યો હતો. પછી તેઓ તેને દરિયાકિનારે પણ લઈ ગયા હતા, જ્યાં ઝાડીઓમાં ફરીથી તેના પર જાતીય હુમલો કર્યો હતો એમ પોલીસ-અધિકારીએ કહ્યું હતું. સગીરાની ફરિયાદના આધારે આઠેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.