ઇકબાલ કાસકરના થાણેના ફ્લૅટનું સીલ તોડીને પરિવારજનો રહેવા જતા રહ્યા એટલે EDએ ફરીથી કાર્યવાહી કરવી પડી
ઇકબાલ કાસકર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ કાસકર સામે નોંધાયેલા એક્સ્ટૉર્શન અને મની લૉન્ડરિંગના કેસમાં તેનો થાણેના ઘોડબંદર રોડના કવેસરમાં આવેલા નિઓપૉલિસ ટાવરનો ૭૫ લાખ રૂપિયાનો ફ્લૅટ સીલ કર્યો છે.
હાલ ઇકબાલ કાસકર એક્સ્ટૉર્શન, મની લૉન્ડરિંગ અને અન્ય ગુનાઓ હેઠળ જેલમાં બંધ છે. ૨૦૧૭માં તેણે બિલ્ડર સુરેશ મહેતાને ખંડણી માટે ધમકી આપી હતી એ કેસમાં તેણે એ ફ્લૅટ વાપર્યો હતો. આ કેસમાં મની લૉન્ડરિંગ થયું હોવાનું તપાસમાં બહાર આવતાં EDએ કેસ નોંધી ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
નવાઈની વાત એ હતી કે EDએ સીલ કરેલા આ ફ્લૅટ પર ૧૫ દિવસ પહેલાં ઇકબાલ કાસકરના પરિવારના સભ્યો પહોંચી ગયા હતા. તેમણે એ સીલ તોડીને ફ્લૅટનો તાબો લઈ લીધો હતો. જોકે આ બાબતે સોસાયટી દ્વારા પોલીસને જાણ કરાઈ હતી એથી તરત જ ઍક્શન લેવામાં આવી હતી અને ફરી EDએ કાર્યવાહી કરી ફ્લૅટ સીલ કરવામાં આવ્યો હતો.