પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે તેણે દારૂ પીને ગાડી ચલાવી હતી
પ્રતીકાત્મક તસવીર
ધુળે જિલ્લાના વારુળ ગામમાં શનિવારે ભજનનો કાર્યક્રમ પતાવીને એક ગ્રુપ મારુતિ ઇકો વૅનમાં તેમના ગામમાં પાછું ફરી રહ્યું હતું ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી મહિન્દ્ર પિક-અપના ડ્રાઇવરે ઇકો વૅનને અડફેટે લીધી હતી. એને કારણે ગમખ્વાર અકસ્માત થયો હતો. એ ટક્કર એટલી જોરદાર હતી કે પાંચ જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ચાર જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને ત્યાર બાદ ધુળેની હીરે હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં પિક-અપના ડ્રાઇવરને મામૂલી ઈજા થઈ છે. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું
છે કે તેણે દારૂ પીને ગાડી ચલાવી હતી.