Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જળાશયોમાં પાણીના સ્તરમાં મામૂલી સુધારો, હજી વધારે વરસાદની પ્રતીક્ષા

જળાશયોમાં પાણીના સ્તરમાં મામૂલી સુધારો, હજી વધારે વરસાદની પ્રતીક્ષા

29 June, 2024 08:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્રવારે વરસાદ બાદ આ પાણીના સ્ટૉકમાં આશરે ૧૦૦૦ મિલ્યન લીટરનો વધારો નોંધાઈને પાણીનો સ્ટૉક ૭૭,૪૨૧ મિલ્યન લીટર થયો છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


છેલ્લા થોડા દિવસોમાં થયેલા વરસાદને કારણે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો સ્ટૉક વધી રહ્યો છે. મુંબઈની બહાર આવેલાં જળાશયોના ઉપરવાસમાં એટલો વરસાદ નોંધાયો નથી છતાં પાણીમાં આશરે ૧૦૦૦ મિલ્યન લીટરનો વધારો નોંધાયો છે. રોજ મુંબઈને ૪૫૦૦ મિલ્યન લીટર પાણીની જરૂર પડે છે.


મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે પણ મુંબઈની હદથી બહાર આવેલાં જળાશયોમાં શુક્રવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાકમાં આશરે ૨૦ મિલીમીટર વરસાદ પડ્યો છે. ૭ જળાશયોમાં ૧૪.૪૭ લાખ મિલ્યન લીટર પાણીની ક્ષમતા છે. ગુરુવારે આ જળાશયોમાં ૭૬,૫૮૪ મિલ્યન લીટર પાણીપુરવઠો નોંધાયો હતો. જોકે શુક્રવારે વરસાદ બાદ આ પાણીના સ્ટૉકમાં આશરે ૧૦૦૦ મિલ્યન લીટરનો વધારો નોંધાઈને પાણીનો સ્ટૉક ૭૭,૪૨૧ મિલ્યન લીટર થયો છે.



બીજી તરફ સુધરાઈએ અપર વૈતરણા અને ભાત્સા જળાશયના રિઝર્વ સ્ટૉકમાંથી ૭૨,૭૮૦ મિલ્યન લીટર પાણીપુરવઠો મેળવ્યો છે. ૭ જળાશયો પૈકીનાં તુલસી અને વિહાર મુંબઈમાં છે અને બાકીનાં પાંચ થાણે તથા નાશિક જિલ્લામાં છે. છેલ્લા ૨૪ કલાકમાં તુલસીમાં ૯૮ મિમી અને વિહારમાં ૮૬ મિમી વરસાદ નોંધાયો હતો. જૂનમાં આ બે જળાશયોમાં ૪૦૦ મિમી વરસાદ નોંધાયો છે. જોકે આ જળાશયો નાનાં હોવાથી એમાં પાણીપુરવઠો એટલો વધ્યો નથી.


૨૮ જૂને પાણીપુરવઠાની સરખામણી
૨૦૨૪ : ૭૭,૪૨૧ મિલ્યન લીટર (૫.૩૫ ટકા)
૨૦૨૩ : ૧,૦૫,૧૦૯ (૭.૨૬ ટકા)
૨૦૨૨ : ૧,૩૦,૮૭૧ (૯.૦૪ ટકા)

જળાશયોનાં લેક લેવલ
જળાશય    સ્ટોરેજ ક્ષમતા    ૨૭ જૂને પાણીનો સ્ટૉક    ૨૮ જૂને પાણીનો સ્ટૉક    વરસાદ
અપર વૈતરણા    ૨,૨૭,૦૪૭     ૦    ૦    ૧૮
મોડક સાગર    ૧,૨૮,૯૨૫     ૨૦,૧૮૨    ૨૦,૩૬૭    ૧૮
તાનસા    ૧,૪૫,૦૮૦     ૨૮,૯૪૫     ૨૮,૭૧૨    ૧૬
મિડલ વૈતરણા    ૧,૯૩,ww૫૩૦     ૨૦,૦૪૬    ૨૦,૫૬૪    ૩૧
ભાત્સા     ૭,૧૭,૦૩૭     ૦    ૦    ૨૮
વિહાર     ૨૭,૬૯૮    ૫૨૭૪    ૫૫૮૫    ૮૬
તુલસી    ૮૦૪૬    ૨૧૩૬    ૨૧૯૨    ૯૮
કુલ    ૧૪,૪૭,૩૬૪    ૭૬,૫૮૪    ૭૭,૪૨૧    


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK