ડિવાઇડરો અને લાઇટના પોલ પર રંગરોગાન કરવામાં આવ્યું છે, ઇન્ટરનેટ અને કેબલના લટકતા વાયરોને હટાવી દેવામાં આવ્યા છે
રસ્તાઓ
નરેન્દ્ર મોદીના રોડ-શોને લીધે ઘાટકોપરની સૂરત બદલાઈ ગઈ છે. ઘાટકોપરનો આ વિકાસ જોઈને ઘાટકોપરવાસીઓ કહે છે, ‘આ છે મોદીનો પાવર જેને કારણે અમને સ્વચ્છ અને સુંદર ઘાટકોપર જોવા મળ્યું છે. આટલી બધી ચકાચક તો અમને ઘાટકોપરમાં પહેલી વાર જોવા મળી છે. મોદીજી, તમે ઘાટકોપરમાં દર અઠવાડિયે આવો અને ન આવી શકો તો વર્ષે એક વાર તો જરૂર આવો.’
વર્ષોથી મહાનગરપાલિકાએ ઘાટકોપરની ફુટપાથો સાફ કરી નહોતી, પણ નરેન્દ્ર મોદીના રોડ-શોને કારણે બે દિવસથી દિવસમાં બે વાર મહાનગરપાલિકાના કર્મચારીઓ રોડ અને ફુટપાથો ધોઈ રહ્યા હતા, ખાડાવાળા રસ્તાઓને સમથળ બનાવી દીધા છે, ડિવાઇડરો પરની સુકાઈ ગયેલી ગ્રીનરીને હટાવીને એની જગ્યાએ નવા પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે, જે હાઈ માસ્ટ લૅમ્પ અને સ્ટ્રીટ-લાઇટો ઘણા લાંબા સમયથી બંધ હતી અને જેના થાંભલા હલી ગયા હતા એમની જગ્યાએ રાતોરાત નવા થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા છે, બધી સ્ટ્રીટ-લાઇટો ચાલુ કરી દેવામાં આવી છે, ડિવાઇડરો અને લાઇટના પોલ પર રંગરોગાન કરવામાં આવ્યું છે, ઇન્ટરનેટ અને કેબલના લટકતા વાયરોને હટાવી દેવામાં આવ્યા છે, ચારે બાજુથી બૅરિકેડ્સ હટાવી દેવામાં આવ્યાં છે અને આ બધાની સાથે ચારે બાજુથી ફેરિયાઓ અદૃશ્ય થઈ ગયા છે.