બાંદરા-વરલી સી-લિન્ક પર શુક્રવારે રાતે ૯.૩૦ વાગ્યે પૂરઝડપે જઈ રહેલી કારના ડ્રાઇવરે સ્ટીઅરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈને બીજી કાર સાથે અથડાઈ હતી.
પલટી ખાઈ ગયેલી કારને સીધી કરવા અન્ય રેસ્ક્યુ વેહિક્લને બોલાવવામાં આવ્યાં હતાં
બાંદરા-વરલી સી-લિન્ક પર શુક્રવારે રાતે ૯.૩૦ વાગ્યે પૂરઝડપે જઈ રહેલી કારના ડ્રાઇવરે સ્ટીઅરિંગ વ્હીલ પરથી કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈને બીજી કાર સાથે અથડાઈ હતી. બન્ને કારના પ્રવાસીઓનાં નસીબ સારાં કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ કે કોઈને ગંભીર ઈજા પણ નહોતી થઈ. ફક્ત ડ્રાઇવરને મામૂલી ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વરલી પોલીસ-સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયો હતો. કારમાં ફસાઈ ગયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પલટી ખાઈ ગયેલી કારને સીધી કરવા અન્ય રેસ્ક્યુ વેહિક્લને બોલાવવામાં આવ્યાં હતાં. એ દરમ્યાન ટ્રાફિક-જૅમ થઈ જવાથી પોલીસે વાહનવ્યવહારને ધીમે-ધીમે ચાલુ કર્યો હતો.

