ડોમ્બિવલીના કચોરે ગામમાં રવિવારે રાતે ૮ વાગ્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની બાળકોની શિબિર ચાલી રહી હતી ત્યારે તેમના પર અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નસીબજોગે કોઈને ઈજા થઈ નહોતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
પ્રતીકાત્મક તસવીર
ડોમ્બિવલીના કચોરે ગામમાં રવિવારે રાતે ૮ વાગ્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની બાળકોની શિબિર ચાલી રહી હતી ત્યારે તેમના પર અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નસીબજોગે કોઈને ઈજા થઈ નહોતી. આ સંદર્ભે પોલીસ-ફરિયાદ કરવામાં આવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી પાંચ જણને તાબામાં લીધા હતા જેમાં ચાર સગીર છે. તેમણે આ પથ્થરમારો શા માટે કર્યો એની તપાસ હવે ચાલી રહી છે.
ડોમ્બિવલીના તિલકનગર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિજયકુમાર કદમે આ બાબતે કહ્યું હતું કે ‘અમે આ કેસમાં ઘટનાસ્થળની આજુબાજુનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની ચકાસણી કરીને પથ્થરમારો કરનારા હુમલાખોર કોણ હતા એ શોધી કાઢ્યું હતું.’
RSSના સ્થાનિક કાર્યકરે કહ્યું હતું કે ‘શિબિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય એવું આ એક જ મહિનામાં બીજી વાર બન્યું છે. ફરી આવી ઘટના ન બને એ માટે પોલીસે આ વિસ્તારમાં પૅટ્રોલિંગ વધારી દીધું છે.’

