ત્યાર બાદ તેણે મુદ્દલ પાછું મેળવવાનો પ્રયત્ન કરતાં એમાં પણ નિષ્ફળતા મળતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં તેણે પોલીસમાં ચીટિંગની ફરિયાદ કરી હતી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઑનલાઇન છેતરપિંડીની વધુ એક ઘટના બહાર આવી છે. ડોમ્બિવલીમાં રહેતા ૩૮ વર્ષના ફરિયાદીને સાઇબર ગઠિયો ૪૭. ૪૭ લાખ રૂપિયામાં છેતરી ગયો હતો.
ગઠિયાએ ફરિયાદીનો વૉટ્સઍપ પર સંપર્ક સાધી ક્રિપ્ટોકરન્સીના રોકાણમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. તેની વાતોમાં આવીને ફરિયાદીએ ૨૨ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમ્યાન ગઠિયાએ કહેલાં અલગ-અલગ બૅન્ક-અકાઉન્ટમાં થોડા-થોડા કરીને ૪૭.૪૭ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ફરિયાદીએ જ્યારે એના રોકાણ પર થયેલું વળતર મેળવવાની કોશિશ કરી તો એ નહોતી મળ્યું. ત્યાર બાદ તેણે મુદ્દલ પાછું મેળવવાનો પ્રયત્ન કરતાં એમાં પણ નિષ્ફળતા મળતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં તેણે પોલીસમાં ચીટિંગની ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
આ કેસમાં પોલીસ આરોપી દ્વારા વાપરાવામાં આવેલા મોબાઇલ, વૉટ્સઍપ નંબર અને બૅન્ક-અકાઉન્ટ્સની તપાસ ચલાવી રહી છે. ફરિયાદીએ જમા કરાવેલા રૂપિયા કયા અકાઉન્ટમાં ડાઇવર્ટ કરવામાં આવ્યા અને એ ક્યાંથી કઢાવવામાં આવ્યા એની જાણકારી મેળવવામાં આવી રહી છે.

