રૂબીએ મુંબઈમાં હૉટલ તાજ (Taj Hotel Mumbai)ના કેમ્પસમાં એક કૂતરાને જમીન પર સૂતો જોયો હતો. પૂછપરછ પર તેમને ખબર પડી કે કૂતરો જન્મથી જ ત્યાં રહે છે અને સ્ટાફ પણ તેને ત્યાંથી ભગાડતો નથી
તસવીર: સોશિયલ મીડિયા
રૂબી ખાન નામની લિંક્ડઇન યુઝરની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. રૂબી વ્યવસાયે એચઆર છે અને તેણે મુંબઈની તાજ હૉટલ (Taj Hotel Mumbai)ના પરિસરમાં એક કૂતરાને સૂતો જોયો હતો. તેણે તેની તસવીર સાથે એક પોસ્ટ શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેણે રતન ટાટાના પ્રાણી પ્રેમી હોવાની આખી કહાની લખી છે.