તેની સાથે કૅનેડાથી નાના-નાનીને મળવા આવેલા ચાર વર્ષના બાળકનું પણ ધનતેરસના દિવસે અમરેલી નજીક થયેલા ઍક્સિડન્ટમાં મોત
ઘાટકોપરના ગુજરાતી યુવાનનું ગુજરાતમાં કાર-અકસ્માતમાં મૃત્યુ
પરિવાર સાથે દિવાળીનું વેકેશન મનાવવા ગયેલા ઘાટકોપરના યુવાનનું અને તેની સાથે કૅનેડાથી નાના-નાનીને મળવા આવેલા ચાર વર્ષના બાળકનું ગુજરાતના અમરેલી પાસે કાર-અકસ્માતમાં ધનતેરસના દિવસે મૃત્યુ થતાં ઘોઘારી વીસા શ્રીમાળી જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી.