Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં થશે ઑપરેશન લોટસ?

મહારાષ્ટ્રમાં થશે ઑપરેશન લોટસ?

Published : 12 December, 2024 07:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરોધ પક્ષના સંસદસભ્યો અને વિધાનસભ્યો અસ્વસ્થ હોવાથી પાલો બદલીને મહાયુતિમાં જોડાય એવી ચર્ચાએ જોર પકડ્યું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજ્યમાં મહાયુતિ સરકારે હજી પ્રધાનમંડળની રચના નથી કરી, પણ એ પહેલાં ઑપરેશન લોટસની ચર્ચાએ જોર પકડ્યું છે. એવું કહેવાય છે કે મહા વિકાસ આઘાડીના અમુક સંસદસભ્યો અને વિધાનસભ્યો ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે. કૉન્ગ્રેસના અમુક નેતાઓએ તો એવું કહેવાનું શરૂ કરી દીધું છે કે અમારી પાર્ટીમાં અમારું કંઈ ભવિષ્ય નથી.


જોકે આ બાબતે કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે ‘ઑપરેશન લોટસની ચર્ચાનો કોઈ અર્થ નથી. તમે જોઈ લેજો શિયાળુ સત્રમાં મહાયુતિની કેવી દશા થાય છે.’
બીજી બાજુ, આ મુદ્દા પર BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘અમે કોઈ ઑપરેશન લોટસ નથી કરવાના, પણ જો કોઈ અમારી પાર્ટીમાં જોડાવા માગતું હોય તો તે વેલકમ છે. આમ પણ અત્યારે કૉન્ગ્રેસમાં સંસદસભ્યો અને વિધાનસભ્યો અસ્વસ્થ છે.’



શિવસેનાના નેતાઓએ પણ એવો દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતાઓ તેમની સાથે જોડાવા તત્પર છે. શરદ પવારના વિશ્વાસુ ગુલાબરાવ દેવકર પણ અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસમાં જોડાતાં બીજા નેતા પણ દાદાની પાર્ટીમાં આવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2024 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK