અનિલ અંબાણીની રિલાયન્સ પાવર કંપનીએ તમામ લેણદારોના પૈસા પાછા આપી દીધા હોવાથી હવે આ કંપની દેવામુક્ત થઈ ગઈ છે
અનિલ અંબાણી, દેવેન્દ્ર ફડણવીસ
અનિલ અંબાણી ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. સાગર બંગલામાં થયેલી આ મુલાકાતને એનર્જી સેક્ટર સાથે જોડાયેલા લોકો મહત્ત્વની માની રહ્યા છે. ગયા વર્ષે અનિલ અંબાણીની રિલાયન્સ પાવર કંપનીએ તમામ લેણદારોના પૈસા પાછા આપી દીધા હોવાથી હવે આ કંપની દેવામુક્ત થઈ ગઈ છે. એવું કહેવાય છે કે હવે આ કંપની ઇન્વેસ્ટમેન્ટની નવી તકો શોધી રહી છે અને ચીફ મિનિસ્ટર પાસે જ એનર્જી ખાતું હોવાથી અનિલ અંબાણી તેમને મળ્યા હતા.

