NCPના વરિષ્ઠ નેતા દિલીપ વળસે પાટીલ ઘરમાં પડી ગયા.
દિલીપ પાટિલ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યના સહકારપ્રધાન દિલીપ વળસે પાટીલ તેમના ઘરમાં બુધવારે રાત્રે લપસી પડતાં તેમના હાથમાં ફ્રૅક્ચર આવવાની સાથે બીજી કેટલીક ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક પુણેની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. તાજેતરમાં જ NCPએ પક્ષના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી એમાં દિલીપ વળસે પાટીલનું નામ સામેલ કરવામાં આવ્યું હતું.