બાંદરા-વેસ્ટમાં પાલી હિલ આવેલો દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનો બંગલો હવે ૧૧ માળની ઇમારતમાં તબદીલ થવા જઈ રહ્યો છે. આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલુ છે અને એનું પઝેશન ૨૦૨૭માં નિશ્ચિત છે.
દિલીપ કુમાર
બાંદરા-વેસ્ટમાં પાલી હિલ આવેલો દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનો બંગલો હવે ૧૧ માળની ઇમારતમાં તબદીલ થવા જઈ રહ્યો છે. આ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલુ છે અને એનું પઝેશન ૨૦૨૭માં નિશ્ચિત છે. ગયા બુધવારે સાંજે લૉન્ચ વખતે આ પ્રોજેક્ટનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું.
રિયલ્ટી ડેવલપર આશર ગ્રુપનું કહેવું છે કે આ પ્રોજેક્ટનું મહત્ત્વનું પાસું દિલીપસાહેબનો વારસો પણ છે. એનું નામ જ ‘ધ લેજન્ડ બાય આશર’ છે અને આ સ્પેસમાં એક મ્યુઝિયમનું પ્લાનિંગ પણ છે. આશર ગ્રુપના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર અજય આશરે જણાવ્યું હતું કે ‘દિલીપસાહેબનો વારસો એટલે ઇતિહાસ, સંસ્કૃતિ અને કળાનો સમન્વય. સાયરાબાનુજી મને તેમના પુત્ર તરીકે ગણે છે અને હું તેમનો ખૂબ આભારી છું.’
ADVERTISEMENT
આશર ગ્રુપના ડિરેક્ટર આયુષી આશરે જણાવ્યું હતું કે ‘અમે મ્યુઝિયમ દ્વારા દિલીપસાહેબના વારસાને અમર બનાવવાના સાયરાબાનુજીના સપનાને જીવંત કરવા જઈ રહ્યા છીએ. મ્યુઝિયમ માટેનાં સંસ્મરણો હજી એકત્રિત કરવામાં આવી રહ્યાં છે. આ હજી પ્રારંભિક સ્ટેજમાં છે.’
આર્ટિસ્ટ જયદીપ મેહરોત્રા બિલ્ડિંગની લૉબીમાં ઇન્સ્ટૉલ થનારા આર્ટ પીસ પર કામ કરશે. તેમણે કહ્યું હતું કે ‘આ દિલીપસાહેબની ઝાંખી દર્શાવશે. આ પેઇન્ટિંગ અને શિલ્પ બન્નેનું મિશ્રણ હશે.’ જયદીપ મેહરોત્રાએ બિટ્વીન ધ લાઇન્સ નામનું ક્રિકેટર સચિન તેન્ડુલકરનું પબ્લિક આર્ટ વર્ક પણ બનાવ્યું છે, જે વરલી ટ્રાફિક આઇલૅન્ડ સાસ્મિરા ખાતે મૂકવામાં આવ્યું છે.