Dharavi Redevelopment Project પર સુપ્રીમ કોર્ટે બાંધકામ અટકાવવાનો ઇનકાર કર્યો. 53,000થી વધુ ઘરોનું સર્વેક્ષણ પૂર્ણ થયું અને અદાણી ગ્રુપના પ્રૉજેક્ટને ગ્રીન સિગ્નલ મળ્યું. ધારાવીના રહેવાસીઓ માટે આ યોજના મોટા પરિવર્તન લાવશે.
ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- સુપ્રીમ કોર્ટનો ચુકાદો: ધારાવી રીડેવલપમેન્ટ ચાલુ રહેશે!
- 53,000 ઘરોનું સર્વેક્ષણ પૂરું, ધારાવીનો બદલાશે નકશો
- અદાણી ગ્રુપના પ્રોજેક્ટને મળ્યું સુપ્રીમ કોર્ટનું ગ્રીન સિગ્નલ
સુપ્રીમ કોર્ટે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના બાંધકામને રોકવાની અરજી પર સુનાવણી કરતાં નિર્ણય આપ્યો છે. ઉપરાંત, તેમણે બૉમ્બે હાઈકોર્ટ (Bombay High Court)ના સ્ટે મૂકવાનો નિર્ણયને પડકાર્યો હતો. અદાણી ગ્રુપની દલીલને માન્ય રાખીને, સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ધારાવી પ્રોજેક્ટનું કામ પહેલેથી શરૂ થઈ ચૂક્યું છે અને હવે તેને અટકાવવું યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dharavi Redevelopment Project)ના બાંધકામને અટકાવવાની ના પાડી છે. સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઈકોર્ટના એક ચુકાદા સામે કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી. આ અપીલ સેકલિંક ટેક્નોલોજીસ કૉર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી, અને હવે સુપ્રીમ કોર્ટે પણ એ નિર્ણયને જાળવી રાખ્યો છે.
CJI બેન્ચનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અદાણી પ્રોપર્ટીઝ લિમિટેડ (Adani Properties Limited)ને સોંપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ મામલે મે 2025માં સુનાવણી થવાની છે. અરજીકર્તાએ હાલની પરિસ્થિતિ યથાવત્ રાખવા માગી હતી, પરંતુ CJI સંજીવ ખન્નાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે એનો ઇનકાર કર્યો. કોર્ટે જણાવ્યું કે, ત્યાં પહેલેથી કામ શરૂ થઈ ગયું છે અને કેટલાક રેલવે ક્વૉર્ટર્સ પણ તોડી નાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અદાણી ગ્રુપની દલીલ
સુપ્રીમ કોર્ટએ જણાવ્યું કે, અદાણી ગ્રુપ તમામ ચુકવણીઓ એક જ એસ્ક્રો એકાઉન્ટ દ્વારા કરશે. CJI ખન્નાએ જણાવ્યું કે, અમે હાઈકોર્ટના નિર્ણય સાથે સહમત છીએ. હકીકતમાં, તે અનુભવાયું કે અહીં રેલવે લાઇન પણ વિકસાવવામાં આવશે અને તે કરારનો ભાગ હશે. આ દરમિયાન અદાણી ગ્રુપના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલ કરી કે, કામ પહેલેથી શરૂ થઈ ગયું છે, કરોડો રૂપિયાની મશીનો અને સાધનો પહેલેથી સ્થાપિત થઈ ચૂક્યા છે. આશરે 2,000 લોકો આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે અને જો કોઈ વિલંબ થશે તો મોટું નુકસાન થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર મહારાષ્ટ્ર સરકારને નોટિસ જાહેર કરી છે.
53,000 ઘરોનું સર્વેક્ષણ પૂર્ણ
એશિયાના સૌથી મોટા ઝુપડપટ્ટી વિસ્તાર તરીકે જાણીતાં મુંબઈના ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. અદાણી ગ્રુપના આ પ્રોજેક્ટથી સમગ્ર ધારાવીનો નકશો બદલાઈ જશે. ધારાવી રીડેવલપમેન્ટ યોજનાએ 53,000થી વધુ ઘરોનું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ પૂર્ણ કરીને એક મોટી સિદ્ધિ મેળવી છે, જે મુંબઈના સ્લમ રિહેબિલિટેશન ઑથોરીટી (Slum Rehabilitation Authority)ના ઇતિહાસમાં સૌથી મોટું સર્વેક્ષણ છે.
તાજેતરમાં જ, ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) એસ.વી.આર. શ્રીનિવાસને કહ્યું હતું કે ‘કુંભારવાડાની જેમ ધારાવીમાં મહારાષ્ટ્ર સરકારની રદ કરવામાં આવેલી વેકન્ટ લૅન્ડ ટેનન્સી (VLT) યોજના ધારાવી નોટિફાઇડ એરિયાનો ભાગ જ છે અને તેમને કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવેલા ઝૂંપડપટ્ટી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રીડેવલપમેન્ટનો લાભ મળશે. DRP પ્રોજેક્ટની સાથે જ VLT આપમેળે રદ થઈ ગઈ છે એટલે ભૂતપૂર્વ જમીનમાલિકો (ધારકો)એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તેમને રીડેવલપમેન્ટ યોજનામાં સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યા છે. આ યોજનામાં ધારાવીમાં રહેતી કોઈ પણ વ્યક્તિ બેઘર નહીં થાય. દરેક રહેવાસીને તેનું પોતાનું સપનાનું ઘર મળશે.’

