બીએમસીના જી નૉર્થ વિભાગ વતી બુધવારે ૫૦ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી
બીએમસીએ ધારાવીનાં ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યાં હતાં
ધારાવીના રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે ત્યાંના દરેક ઘર અને એમાં રહેતા લોકોનો બાયોમેટ્રિક સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે અહીંના ચમડાબજારમાં આવેલા એકેજી નગરમાં કેટલાક લોકો જૂનાં ઝૂંપડાંની જગ્યાએ વધારાનું ગેરકાયદે બાંધકામ કરી રહ્યા હોવાની માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને મળી હતી. આથી બીએમસીના જી નૉર્થ વિભાગ વતી બુધવારે ૫૦ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ધારાવી ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ફાયદો લેવા માટે ગેરકાયદે બાંધકામો કરવામાં આવી રહ્યાં હોવાનું બીએમસીને જાણવા મળ્યું હતું. કેટલાક લોકોએ તો તેમના પાકા મકાનની ઉપર વધારાના માળ રાતોરાત બાંધી દીધા દીધા છે.