Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Dharavi Redevelopment: અદાણીએ આ વૈશ્વિક કંપનીઓને સોંપી ધારાવી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જવાબદારી

Dharavi Redevelopment: અદાણીએ આ વૈશ્વિક કંપનીઓને સોંપી ધારાવી ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જવાબદારી

01 January, 2024 09:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈની પ્રખ્યાત ઝૂંપડપટ્ટી ધારાવી (Dharavi Redevelopment)ના પુનઃવિકાસ પ્રોજેક્ટની જવાબદારી દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સોંપવામાં આવી છે

ધારાવીની ફાઇલ તસવીર

ધારાવીની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. અદાણી અને મુંબઈ એસઆરએ ધારાવીના વિકાસ માટે એક પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે
  2. અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટની જવાબદારી વૈશ્વિક ટીમને સોંપી છે
  3. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીનું કદ ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક જેટલું છે

મુંબઈની પ્રખ્યાત ઝૂંપડપટ્ટી ધારાવી (Dharavi Redevelopment)ના પુનઃવિકાસ પ્રોજેક્ટની જવાબદારી દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Adani)ને સોંપવામાં આવી છે. અદાણી ગ્રુપ અને મુંબઈ સ્લમ રિહેબિલિટેશન ઑથોરિટી ધારાવીના વિકાસ માટે એક પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. હવે અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટની જવાબદારી વૈશ્વિક ટીમને સોંપી છે.


ઘણા સામાજિક હાઉસિંગ પ્રોજેક્ટ્સ બનાવવાનો અનુભવ



ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dharavi Redevelopment) અનુસાર, તેમણે આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટર, અમેરિકન ડિઝાઇન ફર્મ સાસાકી અને બ્રિટિશ કન્સલ્ટન્સી ફર્મ બુરો હેપોલ્ડ સાથે ભાગીદારી કરી છે. હાફીઝ કોન્ટ્રાક્ટરને ઘણા સામાજિક હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવાનો અનુભવ છે.


નાના વિસ્તારમાં હજારો ઘરો

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી (Dharavi Redevelopment)નું કદ ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક જેટલું છે. તેમાં લાખો લોકો રહે છે. આ નાના વિસ્તારમાં હજારો નાના-મોટા મકાનો બન્યા છે. ધારાવી ઝૂંપડપટ્ટી એ દેશની આર્થિક રાજધાની મુંબઈની અંદર એક ગરીબ વસાહત છે. આ વિસ્તારના હજારો લોકોને સ્વચ્છ પાણી અને સ્વચ્છ શૌચાલયની સુવિધા નથી.


625 એકર વિસ્તારનો વિકાસ કરશે અદાણી ગ્રુપ

અદાણી ગ્રુપે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે $619 મિલિયનની બિડ કરી હતી. આ અંતર્ગત અદાણી ગ્રુપે 625 એકર (253 હેક્ટર) વિસ્તારનો વિકાસ કરવાનો છે. તેને વિશ્વની સૌથી મોટી શહેરી વિકાસ યોજના તરીકે વર્ણવવામાં આવી રહી છે. ડીઆરપીપીએલની સ્થાપના જુલાઈમાં થઈ હતી.

પ્રથમ પ્રયાસ 1980માં કરવામાં આવ્યો હતો

આ પ્રોજેકટના વિરોધ છતાં કામગીરી કરવામાં આવી રહી છે. પ્રથમ વખત 1980માં ધારાવીના વિકાસ માટે પ્રોજેક્ટ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, કોઈને કોઈ કારણસર આ પ્રોજેક્ટ દર વખતે સ્થગિત થતો રહ્યો. મહારાષ્ટ્ર સરકારે આખરે જુલાઈમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ પછી પણ આ પ્રોજેક્ટ વિરુદ્ધ વારંવાર દેખાવો ચાલુ છે. તાજેતરમાં કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ધારાવીના વિરોધ કરી રહેલા રહેવાસીઓને નિવૃત્ત પોલીસ અધિકારીઓની મદદથી ધમકી આપવામાં આવી રહી છે.

ધારાવીને લઈને રાજ અને ઉદ્ધવ આવ્યા આમને-સામને

ધારાવી રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવતાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) દ્વારા એનો વિરોધ કરવા વિશાળ મોરચો કાઢવામાં આવ્યો હતો. આ બાબતને સાધી રાજ ઠાકરેએ ગઈ કાલે બાંદરામાં આયોજિત તેમની કાર્યકરોની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર મહાવિકાસ આઘાડીની સરકારને ચીંટિયો ભરતો બહુ અણિયાળો સવાલ કર્યો હતો કે અદાણીને આ ધારાવીનો પ્રોજેક્ટ અપાયો એને ખાસ્સો ૮-૧૦ મહિનાનો સમય થઈ ગયો. હવે શું કામ વિરોધ કરવો જોઈએ? શું સેટલમેન્ટ ન થયું?

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2024 09:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK