બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય આશિષ શેલારે આ જ બેઠક પરથી ફરી ઉમેદવારી નોંધાવી છે
દેવેન્દ્ર ફડણવીસ, દેવેન્દ્ર ફડણવીસ
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય જનતા પાર્ટીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે ઉમેદવારી નોંધાવવાની સાથે દાખલ કરેલા સોગંદનામામાં જણાઈ આવ્યું છે કે ૨૦૧૯ બાદ બન્નેની સંપત્તિમાં વધારો થયો છે. નાગપુર નૉર્થ-વેસ્ટ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારા દેવેન્દ્ર ફડણવીસની સંપત્તિ ૨૦૧૯માં ૮.૬૨ કરોડ રૂપિયા હતી એમાં પાંચ કરોડનો વધારો થતાં હવે ૧૩.૬૨ કરોડ રૂપિયા થઈ છે.
બાંદરા-વેસ્ટના વિધાનસભ્ય આશિષ શેલારે આ જ બેઠક પરથી ફરી ઉમેદવારી નોંધાવી છે. ૨૦૧૯માં તેમની પાસે કુલ ૧૪.૬ કરોડ રૂપિયાની સંપત્તિ હતી, જેમાં ૨૬ કરોડ રૂપિયાનો ધરખમ વધારો થયો છે. આથી આશિષ શેલાર પાસે હવે ૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું જણાઈ આવ્યું છે.