મહારાષ્ટ્રમાં હવે પિન્ક પૉલિટિક્સની શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું હતું
દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર
મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવારના ગુલાબી જૅકેટની આજકાલ ચર્ચા છે ત્યારે ગઈ કાલે રાજ્યના બીજા નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ ગુલાબી જૅકેટમાં જોવા મળ્યા હતા. આથી મહારાષ્ટ્રમાં હવે પિન્ક પૉલિટિક્સની શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
અજિત પવાર અને તેમની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીમાં ગુલાબી જૅકેટ, ગુલાબી બૅનર, ગુલાબી સ્ટેજ અને ગુલાબી રિક્ષાનું રાજકારણ જોવા મળી રહ્યું છે. હવે BJPમાં પણ ગુલાબી કલ્ચર જોવા મળે તો નવાઈ નહીં. ગઈ કાલે અંધેરીમાં આયોજિત કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ ગુલાબી જૅકેટ પહેરીને પહોંચ્યા હતા. તેમનું આ જૅકેટ આબેહૂબ અજિત પવાર પહેરે છે એવું જ દેખાય છે.