દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ પીઆર દિશા સાલિયાનના મૃત્યુ મામલે મહારાષ્ટ્ર સરકાર SIT બનાવશે. પ્રદેશના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આની જાહેરાત કરી છે. આ મામલે અનેક મોટા લોકોની પહેલાથી જ પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ પીઆર દિશા સાલિયાનના મૃત્યુ મામલે મહારાષ્ટ્ર સરકાર SIT બનાવશે. પ્રદેશના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આની જાહેરાત કરી છે. આ મામલે અનેક મોટા લોકોની પહેલાથી જ પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.
મુંબઈ પોલીસે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના વિધેયક પુત્ર નિતેશ રાણેને દિશા સાલિયાન સંબંધિત એક મામલે 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સાલિયાન વિશે કહેવાતી રીતે અપમાનજનક ટિપ્પણી કરવા અને ખોટી સૂચનાઓ ફેલાવવાના આરોપમાં નારાયણ રાણે અને નિકેશ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, જેને લઈને માલવણી થાણાંમાં નિવેદન નોંધવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
કૉર્ટમાં દાખલ એક અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાનના મોકની ઘટનાઓ પરસ્પર જોડાયેલી છે, કારણકે બન્નેના મોત શંકાસ્પદ સ્થિકિમાં થયા છે. અરજી પ્રમાણે, `સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ દિશા સાલિયાન અને સુશાંતના મૃત્યુ વચ્ચે ષડયંત્રોની સ્ટોરીઝ ચર્ચાઈ હતી. બન્ને જણ પોતાના ક્ષેત્રમાં સફળતાના શિખરે હતા, જ્યારે તેમનું મોત થયું.`
આ પણ વાંચો : દિશા સાલિયનના મૃત્યુની બબાલ થઈ બૂમરેન્ગ
28 વર્ષીય દિશા સાલિયાનનું 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડ (પશ્ચિમ)માં એક રહેવાસી ઈમરતના 14 માળથી પડી જવાથી મોત થયું હતું. ત્યાર બાદ થોડાક જ દિવસોમાં 14 જૂનના રોજ 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત મુંબઈના ઉપનગર બાન્દ્રામાં પોતાના અપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મળ્યા. સુશાંતના મોત મામલે તપાસ શરૂઆતમાં મુંબઈ પોલીસે કરી. પછીથઈ ઑગસ્ટ મહિનામાં સુપ્રીમ કૉર્ટે આને સીબીઆઈને સોંપી દીધી હતી.