યંબકેશ્વર અખાડાને યંબકેશ્વર-નાશિક સિંહસ્થ કુંભમેલા નામ જોઈએ છે, જ્યારે નાશિક અખાડાનું કહેવું છે કે એનું નામ નાશિક કુંભમેલા જ હોવું જોઈએ
કુંભ મેળો
પ્રયાગરાજમાં મહાકુંભને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદને જોતાં બે વર્ષ પછી ૨૦૨૭માં નાશિકમાં સિંહસ્થ કુંભમેળાનું આયોજન થવાનું છે એનું પ્લાનિંગ અને તૈયારીઓ હમણાંથી જ ચાલુ કરી દેવામાં આવ્યાં છે. હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાશિકની આ માટે મુલાકાત લીધી હતી. હવે આ કુંભમેળાના નામ બાબતે વિવાદ શરૂ થયો છે.
દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત વખતે ત્ર્યંબકેશ્વર અખાડાએ એવી માગણી કરી હતી કે કુંભમેળાને ‘યંબકેશ્વર-નાશિક સિંહસ્થ કુંભમેલા’ એવું નામ આપવું, જ્યારે દેવેન્દ્ર ફડણવીસે નાશિક મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં આ સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક કરી ત્યારે હાજર રહેલા નાશિક અખાડાના પ્રતિનિધિઓએ કુંભમેળાને ‘નાશિક કુંભમેલા’ નામ આપવાની માગણી કરી હતી. એટલું જ નહીં, નાશિક અખાડા દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી કુંભમેળાની આયોજન સમિતિમાં તેમના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવે. વળી ૫૦૦ એકરની જગ્યા કુંભમેળા માટે કાયમ માટે અલાયદી ફાળવવામાં આવે એવી પણ તેમણે ડિમાન્ડ કરી હતી.
ADVERTISEMENT
કુંભમેળાના નામના મુદ્દે નાશિકના કલેક્ટર જલજ શર્માએ કહ્યું હતું કે ‘રેકૉર્ડ્સ તપાસીને આ બાબતે સરકારને જાણ કરવામાં આવશે. એ પછી સરકારના સૂચનના આધારે કુંભમેળાના નામ બદલ નિર્ણય લેવામાં આવશે.’

