Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જન્મદિવસના બીજા જ દિવસે NCP પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે હાથ ધરી તપાસ

જન્મદિવસના બીજા જ દિવસે NCP પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે હાથ ધરી તપાસ

Published : 13 December, 2022 11:42 AM | Modified : 13 December, 2022 11:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સિલ્વર ઓક સ્થિત શરદ પવારના ઘરે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એવી માહિતી મળી છે કે એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈના સિલ્વર ઓકના મકાનમાં ફોન કરીને ધમકી આપી હતી.


ગઈકાલે (12 ડિસેમ્બર) શરદ પવારનો જન્મદિવસ હતો. તેમના જન્મદિવસના બીજા દિવસે પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આથી રાજકીય વર્તુળોમાં ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. મુંબઈમાં શરદ પવારના સિલ્વર ઓક બંગાળ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ વ્યક્તિએ ફોન કરીને પવારને મારી નાખવાની ધમકી આપી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન પર કહ્યું હતું કે તે મુંબઈની પિસ્તોલથી હત્યા કરશે.



આ પણ વાંચો: ભગતસિંહ કોશ્યારી વિરુદ્ધ ઉગ્ર બન્યો વિરોધ, આજે પુણેમાં બંધનું એલાન


મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં સિલ્વર ઓક એનસીપી પ્રમુખ શરદ પવારનું ઘર છે. એક મીડિયા હાઉસના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આજે (મંગળવારે) એ જ સિલ્વર ઓક ખાતે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન પર વાત કરી રહેલા અજાણ્યા સખ્શે શરદ પવારને મારી નાખવાની ધમકી આપી હતી. શરદ પવારના બંગલામાં તહેનાત પોલીસ ઓપરેટરની ફરિયાદના આધારે ગાદેવી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK